કોણ કહે છે કે, એકલાથી વિશ્વ નથી ઝૂકતું. પરંતુ વિશ્વાસ મજબૂત હોય અને ઈરાદા અડગ હોય તો મજબૂત મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી. એવું થઈ શકે છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગત 10 વર્ષમાં ભારતની શાખ જે રીતે વિશ્વના માનસમાં વધી છે તેને કોઈ પણ અવગણી શકશે નહીં.
પીએમ મોદીએ પોતાના અમેરિકી પ્રવાસમાં એક સંબોધનમાં કહ્યું હતું કે, આ આજનું ભારત છે અને હવે ભારત બોલે છે તો વિશ્વ સાંભળે છે. પીએમ મોદીની આ વાત એકવાર ફરી સત્ય સાબિત થઈ છે. હવે ભારત બોલે છે અને દુનિયાની સૌથી મોટી સંસ્થા યુનો સાંભળી રહી છે.
ભારતે વારંવાર અવાજ ઉઠાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રથમવાર દબાણ આવ્યું છે. પરિણામે પ્રથમવાર યુએનસએસસીમાં સુધારાની પહેલ લેખિત રીતે શરૂ થઈ છે. યુએનએસસીએ યુનોમાં કાયમી સભ્ય સહિત અન્ય સુધારાને લઈ પ્રથમવાર વિસ્તૃત પેરાગ્રાફ સામેલ કર્યો છે. ભારતે યુનોની આ પહેલની પ્રશંસા કરી છે. ભારતે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રી શિખર સંમેલનના દસ્તાવેજોમાં સુરક્ષા પરિષદમાં સુધાર પર પ્રથમવાર એક વિસ્તૃત પેરાગ્રાફ સામેલ કરાયો છે. સારી શરૂઆથ છે અને નવી દિલ્હી 15 દિશેના સ્થાનિક સમય સીમામાં વાતચીતની શરૂઆતની આશા કરે છે.
પહેલીવાર યુનોમાં વિસ્તૃત પેરાગ્રાફ સામેલ થયો
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ગત અઠવાડિયાના પ્રવાસમાં કહેવાયા પ્રમાણે રવિવારે વિશ્વ નેતાઓએ ભવિષ્યના કરારને સર્વસંમતીથી સ્વીકાર કર્યો. જેમાં સુરક્ષા પરિષદમાં સુધાર કરવામાં પ્રતિનિધ્વ વધારવા આને વધારે સમાવેશી, પારદર્શી, કુશળ, પ્રભાવી, જવાબદાર બનાવવા તત્કાળ જરૂરીયાતને સ્વીકાર કરવાનો વાયદો કર્યો. યુનોના અધિકારીઓ ઘણા સમયથી પડતર સુરક્ષા પરિષદના સુધારાને લઈ ભવિષ્યના કરારો અંગે અભૂતપૂર્વ જણાવ્યું હતું.
જ્યારે વિદેશ સચિવ વિક્રમ મિસરીને પૂછવામાં આવ્યું કે ‘ભવિષ્યના કરાર’માં યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ પર ભારત આ ભાષાને કેવી રીતે જુએ છે, તો તેમણે કહ્યું, “હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે યુએન સમિટમાં પ્રથમ વખત દસ્તાવેજનો સમાવેશ થાય છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલના સુધારા અંગેનો વિગતવાર ફકરો.” તેથી જ્યારે આપણે ધારીએ છીએ અથવા ઈચ્છીએ છીએ તે દરેક ક્ષેત્રની દરેક વિગત ન હોઈ શકે, મને લાગે છે કે આ એક સારી શરૂઆત છે. ચોક્કસ સમયમર્યાદામાં આધારિત વાટાઘાટો.” પરંતુ આને તે ઉદ્દેશ્ય તરફનું પ્રથમ પગલું ગણવું જોઈએ.
વિદેશ મંત્રાલયે પીએમ મોદીની યાત્રાને સફળ જણાવી
આ પગલામાં સંયુક્ત રાષ્ટ્ર પ્રણાલીમાં સુધારની શક્યતાઓ ખુલી રાખી છે. કોઈપણ દ્રષ્ટિકોણથી લાભની સ્થિતિ છે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ સફળ અને અગત્યનો રહ્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. અમેરિકા પ્રવાસ બાદ પીએમ મોદી સોમવારે સ્વદેશ રવાના થયા હતા. આ યાત્રામાં પીએમ મોદીએ ડેલાવેયરમાં સભ્યો દેશોના પ્રમુખો સાથે શિખર સંમેલનમાં ભાગ લીધો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. ત્યારબાદ ભારતીયોના એક મોટા કાર્યક્રમમાં સંબોધન કર્યું. ટેક્નોલોજી સાથે સંકળાયેલ કંપનીઓના સીઈઓ સાથે ગોળમેજી બેઠકને પણ પીએમ મોદીએ સંબોધન કર્યું. ત્યારબાદ યુનોમાં ભવિષ્યના શિખર સંમેલનમાં પોતાના વાત મૂકી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, નેપાળના પીએમ કેપી શર્મા ઓલી અને પેલ્સ્ટાઈનના રાષ્ટ્રપતિ સહિત ઘણા વિશ્વ નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.


