દેશના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ચીનની સાથે સંબંધોને લઈ અમેરિકાના ન્યૂયોર્કમાં એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. એશિયા સોસાયટી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંબોધન કકતા જયશંકરે કહ્યું કે, ચીનની સાથે અમારો ઈતિહાસ સારો નથી રહ્યો. ચીનની સાથે બોર્ડર સાથે સંકળાયેલા ઘણા કરાર છે. વર્ષ-2020માં ચીને એલએસી પર કરારનો ભંગ કર્યો હતો અને અમે તેનો વળતો જવાબ પણ આપ્યો છે. ચીને જ્યાં સુધી શાંતિ અને સદ્ભાવ સ્થાપિત નથી કર્યા ત્યાં સુધી સંબંધોને આગળ વધારવા અઘરાં થઈ જશે.
લદ્દાખના ગલવાનમાં વર્ષ-2020માં ઝપાઝપીને લીધે સંબંધો કથળ્યા
વિદેશ મંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ તરફથી આયોજિત ભારત-એશિયા અને વિશ્વના નામના એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ સંબોધન દરમ્યાન જ્યારે એસ જયશંકરે કહ્યું કે, જ્યારે તેઓને ચીન સાથેના સંબંધોને લઈ સવાલ કરાયા ત્યારે તેઓએ કહ્યું કે, ચીનની સાથે અમારો ઈતિહાસ કંઈ સારો નથી રહ્યો. વર્ષ-2020માં ગલવાન ઝપાઝપી પર ભાર મૂકતા બંને દેશોની વચ્ચે આ સમયે પેટ્રોલિંગને લઈ મુખ્ય મુદ્દો છે. તેઓએ કહ્યું કે, વર્ષ-2020માં ચીનના સૈનિકો ભારતીય સૈનિકોની ખૂબ નજીક આવી ગયા હતા. જે બાદ બંને તરફથી ઘણા સૈનિકો માર્યા ગયા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે આ સ્થિતિને બંને દેશોના સંબંધોમાં ખટાશ પેદા કર્યો છે. જયશંકરે આ વાત પર ભાર મૂક્યો કે જ્યારે બંને દેશ પક્ષ સીમા પર શાંતિ અને સ્થિરતા બહાલ નથી કરી લેતા ત્યાં સુધી ભારત-ચીનના વ્યાપક સંબંધોને આગળ વધારવા મુશ્કેલ થશે.
ગલવાનમાં શું થયું હતું?
લદ્દાખમાં આવેલી ગલવાન નદી અક્સાઈ ચીનમાંથી નીકળી ભારતની શ્યોક નદી સાથે મળે છે. વર્ષ-2020માં ચીનના સૈનિકોએ પોતાના પેટ્રોલિંગની સીમા પાર કરતા એલએસીને પાર કરી દીધું હતું. જે બાદ બંને દેશોના સૈનિકો સામસામે આવી ગયા હતા. સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભારતના આશરે 20 સૈનિકો શહીદ થયા હતા. જ્યારે ચીન તરફથી ઈજાગ્રસ્તો જુદી ખબર હતી. ચાર તો કેટલાકમાં 40 ચીની સૈનિકો માર્યા ગયા હચા. જ્યારે ચીની સરકારે તેના કોઈપણ સૈનિકના મોતને રદિયો આપ્યો હતો.


