જાપાનમાં સત્તા સંભાળી રહેલી પાર્ટીએ પૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઈશિબાને નેતા તરીકે પસંદગી કરી છે, આગામી અઠવાડિયે તેઓ દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. શિગેરુ પોતાના કાર્યાલયમાં મોડલ, યુદ્ધજહાજ અને લડાકુ વિમાન રાખવા માટે ઓળખીતા હતા. પૂર્વ સંરક્ષણ પ્રધાનને ચીન અને ઉત્તર કોરિયા દ્વારા ઉત્પન્ન ખતરાની સરખામણી કરવા એશિયન નાટોના નિર્માણના ઠરાવ આપવા તરીકે ઓળખાય છે.
શિગેરુ ઈશિબાનો છેલ્લો પ્રયાસ
મળતી માહિતી અનુસાર, પહેલા અને બીજા ગાળામાં મતદાનમાં શિગેરુ ઈશિબાએ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીને હરાવ્યા છે. પહેલા એવું અનુમાન લગાવવામાં આવતું કે આ વખતે દેશની મહિલા વડાપ્રધાન બનશે. ટોક્યો યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર યુ ઉચિયામાએ જણાવ્યું કે, આ વખતે શિગેરુ ઈશિબા અને સાને તાકાઈચીએ સારું પ્રદર્સન કરશે. આમ છતાં એ કહેવું મુશ્કેલ છે કે ત્રણેય ઉમેદવારોમાંથી રેસ કોણ જીતશે.
જાપાનના નવા પીએમ દેશની સુરક્ષા પર ધ્યાન આપશે
જાપાનમાં વડાપ્રધાનની ખુરશી માટે આ વખતે રેકોર્ડ નવ ઉમેદવાર મેદાનમાં હતા. જેમાંથી ત્રણ ઉમેદવાર વચ્ચે તો કાંટાની ટક્કર હતી. ત્રણ ઉમેદવારોમાં આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચી, યુવા નેતા સર્ફર શિંજીરો કોઈઝુમી અને પૂર્વ સંરક્ષણ મંત્રી શિગેરુ ઈશીબાના નામ ચર્ચામાં હતા. આ વખતે શિગેરુ ઈશિબા પીએમ પદ માટે તેમનો પાંચમો અને અંતિમ પ્રયાસ કરી રહ્યા હતા. પીએમ પદ માટે ઈશિબાની પસંદગી બાદ નિષ્ણાતોનું કહેવું છે કે જાપાન હવે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિશેષ ધ્યાન આપશે


