હાલમાં ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે તો બીજી તરફ બિગ બેશ લીગ (BBL) પણ શરૂ થઈ ગઈ છે. BBLની નવી સિઝન 15 ડિસેમ્બરથી શરૂ થઈ છે.
ઓસ્ટ્રેલિયાની આ T20 લીગમાં થોડા જ દિવસોમાં ઘણી શાનદાર ક્ષણો જોવા મળી છે, જ્યારે મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. બેટ્સમેન દ્વારા શોટ રમવામાં આવ્યા બાદ બોલ સ્ટેડિયમની છત પર વાગ્યો હતો. આ પછી ખેલાડી આઉટ થતાં થતાં નોટઆઉટ થઈ ગયો. બોલને ડેડ જાહેર કરવામાં આવ્યો.
સ્ટેડિયમની છત પર વાગ્યો બોલ
આ ઘટના પર્થ સ્કોર્ચર્સની ઈનિંગ્સની 10મી ઓવરમાં બની હતી. કેન રિચર્ડસન મેલબોર્ન રેનેગેડ્સ માટે 10મી ઓવર ફેંકી રહ્યો હતો. કૂપર કોનોલી 12 રન પર બેટિંગ કરી રહ્યો હતો. કેને ઓવરનો પાંચમો બોલ સ્ટમ્પની વચ્ચે ફેંક્યો અને કોનોલીએ તેને હવામાં ફટકાર્યો. બોલ ખૂબ ઊંચો થયો અને સ્ટેડિયમની છત પર અથડાયો. જ્યારે બોલ નીચે આવ્યો ત્યારે કેને તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેને પકડી શક્યો નહીં.
આઉટ થી નોટ આઉટ સુધી વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે નિયમ છે કે જો બોલ છત સાથે અથડાય છે અને ખેલાડી તેને એક હાથથી કેચ કરે છે તો આ સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવે છે. પરંતુ રિચર્ડસન કેચ ચૂકી ગયો અને તેની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. અમ્પાયરે બોલને ડેડ બોલ જાહેર કર્યો અને બેટ્સમેનને જીવનદાન મળ્યું. જ્યારે અગાઉ બોલ છત પર વાગે તો સિક્સ આપવામાં આવતી હતી.
ઓસ્ટ્રેલિયામાં છત ધરાવતું એકમાત્ર સ્ટેડિયમ
ક્રિકેટ મેચોમાં છતવાળા સ્ટેડિયમ જોવા મળતા નથી. ઓસ્ટ્રેલિયામાં આ એક અનોખું સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમને ડોકલેન્ડ સ્ટેડિયમ અથવા માર્વેલ સ્ટેડિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ પણ BBL મેચ દરમિયાન આવા કિસ્સા નોંધાયા છે. પહેલા અમ્પાયર બોલ છત પર અથડાતા 6 રન આપતા હતા, જ્યારે હવે બોલને ડેડ જાહેર કરવામાં આવ્યો છે.


