બ્રિસબેન : બેલારુસની તથા વિશ્વની પ્રથમ ક્રમાંકિત આર્યના સબાલેન્કોએ હરીફ ખેલાડી સામે દબદબાભર્યું પ્રદર્શન કરીને બ્રિસબેન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ માટે ફેવરિટ ગણાતી સબાલેન્કોએ કઝાકિસ્તાનની યુલિયા પુતિન્તસેવાને પ્રથમ સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ 7-6 (7-2), 6-4થી હરાવી હતી. રશિયાની ટિનએજર આન્દ્રિવાએ લિન્ડા નોસકોવાને 6-3, 6-0થી હરાવી હતી. આ મુકાબલો 63 મિનિટ સુધી રમાયો હતો. બોઝકોવાએ અઝારેન્કો સામે 6-4, 6-4થી વિજય મેળવ્યો હતો. સિંગલ્સની અન્ય મેચોમાં ઓન્સ જાબેરે ત્રણ સેટમાં રમાયેલા મુકાબલામાં ઇલિના એવાનેસ્યાનને 6-4, 1-6, 6-4થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


