ભારત અને બાંગ્લાદેશી કોસ્ટ ગાર્ડ ફોર્સ સાથે બંને દેશોના માછીમારોનું આદાનપ્રદાન પૂર્ણ થયું હતું. જેમાં બાંગ્લાદેશી માછીમારોને તેમના દેશને સોંપવામાં આવ્યા હતા. જેમાંથી 12 માછીમારોને ડૂબી ગયેલા જહાજ કૌશિકમાંથી બચાવી લેવાયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડના ICG જહાજો વરદ અને અમૃત કૌરે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય માછીમારોને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે.
માછીમારોએ IMBL(જળ સીમા) ઓળંગી દીધી હતી
તાજેતરના મહિનાઓમાં કેટલાય ભારતીય માછીમારો અજાણતામાં ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન (IMBL) ઓળંગીને બાંગ્લાદેશી જળસીમામાં પ્રવેશ્યા છે, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. એ જ રીતે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા બાદ કેટલાંક બાંગ્લાદેશી માછીમારોની પણ અટકાયત કરવામાં આવી હતી. શનિવારે સવારે 12 બાંગ્લાદેશી માછીમારોને હલ્દિયા લઈ લાવવામાં આવ્યા હતા. તો પરાદ્વીપમાંથી ઝડપી લેવામાં આવેલા 78 એમ કુલ 90 માછીમારોને સુપરત કરાયા હતા. તો બીજી તરફ ઢાકા બાંગ્લાદેશમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય માછીમારોને આ દેશના કોસ્ટ ગાર્ડને સોંપાયા હતા. બંધક બનાવવામાં આવેલા મોટાભાગના ભારતીય માછીમારો દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપ અને નામખાનાના રહેવાસી છે.
કૌશિકમાંથી 12 માછીમારોને બચવાયા હતા
આ ઓપરેશનની ખાસ ઘટના બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ દ્વારા ડૂબી ગયેલા જહાજ કૌશિકમાંથી 12 માછીમારોને બચાવવાની હતી. આ ઓપરેશન ભારતીય કોસ્ટ ગાર્ડની તેના ચાર્ટર “વાયમ રક્ષમ” પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. માછીમારોનું તેમના પરિવારો સાથે સુરક્ષિત પુનઃમિલન અને માનવતાવાદી અભિગમને સર્વોપરી રાખવા એ કોસ્ટ ગાર્ડના મુખ્ય સિદ્ધાંતોનો એક ભાગ છે. આ પગલું બંને દેશો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે.


