ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ એક મોટો ખુલાસો કર્યો છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી. આ સમાચાર તેના પિતાથી છુપાવ્યા કારણ કે તે સમય દરમિયાન તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો જો તે વખતે આ વાત કહેવી યોગ્ય ન હતી તેણે વિચાર્યુ કે પિતા સ્વસ્થ થશે પછી તે સમાચાર કહી દેશે
શેફાલી વર્માએ તાજેતરમાં તેની બેટિંગ માટે ઘણી હેડલાઇન્સ બનાવી છે. તેણીએ સિનિયર મહિલા ODI ચેલેન્જર ટ્રોફીમાં તેની ટીમ માટે 5 મેચમાં 1 સદી અને 3 અડધી સદી સાથે 444 રન બનાવ્યા. આ શાનદાર પ્રદર્શન પછી, શેફાલી ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરતી જોવા મળી શકે છે. પણ જ્યારે તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો ત્યારે શું થયું હતું ભારતીય ક્રિકેટની આ મહિલા ઓપનરને ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવી ન હતી. તે સમયે, શેફાલીએ ટીમમાંથી બહાર કાઢવાના સમાચારને પોતાની અંદર દબાવી દીધા હતા આ વાત તેના પિતાને કહી ન હતી
મામલો વધુ બગડી શક્યો હોત
20 વર્ષીય શેફાલીએ તેના પિતાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાની વાત જણાવી ન હતી કારણ કે તેને બે દિવસ પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો. જો તેણે આ વાત વિશે જણાવ્યું હોત તો મામલો વધુ બગડી શક્યો હોત. તેથી, તેમણે પછીથી આ વાત જણાવી દઈશ તેવુ નક્કી કર્યું હતુ શેફાલી સાથે જોડાયેલી આ વાત એક અહેવાલ અનુસાર પ્રકાશમાં આવી હતી.
તબિયતને લઈ પિતાને આ સમાચાર આપ્યા ન હતા
શેફાલી વર્માએ જણાવ્યું કે તે તેના પિતાને કહેવા માંગતી ન હતી કારણ કે તેમને બે દિવસ પહેલા જ હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ સ્વસ્થ થાય ત્યાં સુધી આ સમાચાર છુપાવ્યા હતા શેફાલીએ કહ્યું કે તે હોસ્પિટલમાં હતી ત્યારે, એક અઠવાડિયા પછી, તેણે તેના પિતા સંજીવ વર્માને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાની વાત જણાવી હતી.
શેફાલીના પિતા તેના પહેલા કોચ હતા
શેફાલી માટે તેના પિતા ખૂબ જ મહત્વ ધરાવે છે. તે તેનો પહેલો કોચ પણ છે. બાળપણમાં, તે દરરોજ સવારે 5 વાગ્યે શેફાલીને જગાડતા અને તેને પ્રેક્ટિસ માટે લઈ જતા હતા હવે ફરી એકવાર તેમની ઈચ્છા તેમની પુત્રીને ભારતીય ટીમની જર્સીમાં જોવાની છે. શેફાલી દ્વારા આનો પ્રયાસ પહેલાથી જ કરવામાં આવ્યો છે. અમે ફક્ત આગામી ટીમ પસંદગીની રાહ જોઈ રહ્યા છીએ.


