અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ગ્રીનલેંડ મામલે અપાતી ધમકીઓની વચ્ચે ગ્રીનલેંડના પીએમે પોતાનો દાંવ રમ્યો છે. તેઓએ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી દરમિયાન વિદેશી મદદ પર રોક લાગશે તો ડોનાલ્ડ ટ્રંપને મોટો ઝટકો લાગી શકે છે. ગ્રીનલેંડ પીએમે જણાવ્યુ છે કે, આ વિભાજનનો સમય નથી. પરંતુ અમારા દેશને સહયોગ આપવાનો સમય છે.
ટ્રંપને મળી શકે મોટો ઝટકો
ટ્રંપે ગ્રીનલેંડ મામલે વધુ રસ દાખવો છે. જે બાદ ગ્રીનલેંડ પીએમ ટ્રંપ પર વધુ આક્રમક બન્યા છે. હવે આ તમામ હોબાળાની વચ્ચે પીએમે 11 માર્ચના રોજ દેશમાં ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવની સાથે સાથે એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી કે, ચૂંટણી દરમિયાન મળતી વિદેશી મદદ પર રોક લાગવી જોઇએ. ચૂંટણી દરમિયાન વિદેશી મદદ પર રોક લાગવું એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે મુસિબત પેદા કરી શકે છે. કારણે ટ્રંપની નજર ગ્રીનલેંડ પર છે. અને તેઓ ઇચ્છે છે કે આ ચૂંટણીમાં તેમની પસંદગીનો ઉમેદવાર ઉતિર્ણ થાય. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મંનશા પૂર્ણ થઇ શકે. ગ્રીનલેંડના પીએમ મ્યૂટ એગેડેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને જણાવ્યુ છે કે, આ એવો સમય છે કે જે અમે ભૂતકાળમાં ક્યારે પણ અનુભવ નથી કર્યો. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, આ વિભાજનનો સમય નથી. પરંતુ અમારા દેશને સહયોગ આપવાનો સમય છે. હું મારા દેશનું ફરીથી નેતૃત્વ કરવા તૈયાર છું.
વિદેશી દાન પર લાગશે પ્રતિબંધ
કાયદા મુજબ રાજનૈતિક દળોને વિદેશી અથવા ગુમનામ દાતાઓ પાસેથી મોટા પ્રમાણમાં ડોનેશન લેવાની પરવાનગી નહી હોય. આ ઉપરાંત કોઇ પણ પક્ષ ખાનગી દાનને ધ્યાનમાં રાખીને લગભગ 28 હજાર ડોલરથી વધુ નાણાં નહી લઇ શકે.


