હાલ અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ભારતીયોને તેમના વતન પરત મોકલવામાં આવી રહ્યા જે એક ચર્ચાનો વિષય બન્યો છે. તેવામાં સોશિયલ મિડિયામાં હાલ એક તસ્વીર વાયરલ થઈ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે હાલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથમાં હથકડી પહેરવવામાં આવી છે અને તેમના પગ સાંકળોથી બાંધવામાં આવ્યા છે. કોગ્રેંસ નેતા પવન ખેડાએ તે વાયરલ તસ્વીરમાં ટિપ્પણી પણ કરી છે. આ દરમિયાન સરકારે વાયરલ તસ્વીરની હકીકત અને તેની વાસ્તવિકતા શું છે તે વિશે જણાવ્યું.
પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર, સોશિયલ મિડીયા પર ઘણા અકાઉન્ટસ પરથી એક નકલી તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ગેરકાયદેસર એનઆરઆઈ ભારતીયોને હથકડી લગાવવામાં આવી છે અને તેમના પગ સાંકળોથી બાંધી દીધેલા છે. હકીકત તપાસમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટમાં શેર કરવામાં આવેલી તસ્વીર ભારતીયો સાથે સંબંધિત નથી. તેના બદલે આ ગ્વાટેમાલામાં નિકાલ કરાયેલા લોકોને દર્શાવે છે.
વાયરલ પોસ્ટ પર શું કહ્યું કોગ્રેંસે?
સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલ તસ્વીર પર કોગ્રેંસે નેતા પવન ખેડાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે અમેરિકાથી ભારતીયોને હાથમાં હથકડી લગાવીને અને અપમાન કરીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે જે જોઈને એક ભારતીય તરીકે દુ:ખ થાય છે. ડિસેમ્બર 2013ની એ ઘટના યાદ કરો કે જ્યારે એક ભારતીય રાજદ્વારી દેવયાની ખોબરાગડેને અમેરિકામાં હથકડી લગાવવામાં આવી હતી અને તેમની તપાસ કરવામાં આવી હતી. વિદેશ સચિવ સુજાતા સિંહએ અમેરિકાના રાજદૂત નેન્સી પોવેલ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો. યુપી સરકારે પણ તે અંગે તીવ્ર પ્રતિક્રયાઓ પણ આપી હતી. સુશીલ કુમાર શિંદે, મીરા કુમાર, અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ ભારતની મુલાકાતે આવેલા યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ (જ્યોર્જ હોલ્ડિંગ, પીટ ઓલ્સન, ડેવિડ શ્વેઇકર્ટ, રોબ વુડોલ અને મેડેલીન બોર્ડાલો) ને મળવાનો ઇનકાર પણ કર્યો હતો.
તેમણે આગળ લખ્યું કે ડૉ. મનમોહન સિંહે પણ અમેરિકના આ પગલાને નિંદનીય ગણાવ્યું હતુ, ભારત સરકારને અમેરિકી દૂતાવાસ તરફથી આપવામાં આવેલી સુવિધાઓ પાછી લઈ લીધી હતી. જેમાં દૂતાવાસના કર્મચારીઓ માટે ખાદ્ય પદાર્થો અને દારૂની રાહત દરે આયાતની પરવાનગીનો સમાવેશ થાય છે. જોન કેરીએ દેવયાની ખોબરાગડે સાથે થયેલા વર્તન બદલ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. અમેરિકન વહીવટીતંત્રે વિદેશ સચિવ સુજાતા સિંહને ફોન કરીને અમેરિકા વતી દિલગીરી પણ વ્યક્ત કરી હતી
શું દાવો કરવામાં આવ્યો હતો
અમેરિકાથી વિમાનમાં લાવવામાં આવેલા 104 દેશનિકાલમાંથી એક, જસપાલ સિંહે દાવો કર્યો હતો કે તેમને આખી મુસાફરી દરમિયાન હાથકડી લગાવવામાં આવી હતી અને પગમાં સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યા હતા. અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા પછી જ તેમને બહાર લાવવામાં આવ્યા હતા. ગુરદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના રહેવાસી 36 વર્ષીય જસપાલ સિંહે જણાવ્યું હતું કે 24 જાન્યુઆરીએ અમેરિકા બોર્ડર પેટ્રોલ દ્વારા તેમને યુએસ બોર્ડર પાર કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે દાવો કર્યો કે અમને લાગ્યું કે અમને કોઈ બીજા કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારબાદ એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે અમને ભારત લઈ જવામાં આવ્યા છે. અમને હાથકડી લગાવવામાં આવી હતી અને અમારા પગમાં સાંકળોથી બાંધવામાં આવ્યા હતા. આને અમૃતસર એરપોર્ટ પર ખોલવામાં આવ્યા હતા.


