અમેરિકામાં ગેરકાયદેસર ગણાતા ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને પ્રથમ અમેરિકન લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતુ. તેમાં 205 ભારતીયો હતા. આ એક લશ્કરી વિમાન C-17 હતું, જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને આવ્યું હતું. અમેરિકા આ વિમાનો દ્વારા અન્ય દેશોમાં પણ ઇમિગ્રન્ટ્સને પાછા મોકલી રહ્યું છે. જ્યારે ઘણા દેશો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિમાનોનો ઉપયોગ પણ ખૂબ ખર્ચાળ છે.
મોંઘા લશ્કરી વિમાનનો ઉપયોગ કેમ ?
ટ્રમ્પ અમેરિકાથી ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવા માટે મોંઘા લશ્કરી વિમાનનો ઉપયોગ કેમ કરી રહ્યા છે?, અમેરિકામાં દેશનિકાલ માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ માત્ર અસામાન્ય જ નથી પણ અત્યંત ખર્ચાળ પણ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર એ વાત પર અડગ છે કે તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફક્ત C-17 લશ્કરી વિમાન દ્વારા જ મોકલશે. બંને વિમાનોની તુલનાત્મક કિંમતની ગણતરી કરી. તેમાં જણાવાયું છે કે જ્યારે અમેરિકાએ તાજેતરમાં લશ્કરી વિમાન દ્વારા ગ્વાટેમાલાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા, ત્યારે પ્રતિ ઇમિગ્રન્ટ પાછળ ઓછામાં ઓછા 4,675 ડોલરનો ખર્ચ થયો હતો. અમેરિકન એરલાઇન્સમાં સમાન રૂટ પર એક તરફી ફર્સ્ટ-ક્લાસ ટિકિટની કિંમત 853 ડૉલર છે, જેનો અર્થ એ થાય કે લશ્કરી વિમાનનો ખર્ચ પ્રતિ મુસાફર પાંચ ગણો વધારે છે. C-17 લશ્કરી પરિવહન વિમાન ચલાવવાનો અંદાજિત ખર્ચ પ્રતિ કલાક 28,500 ડૉલર છે. ભારતની દેશનિકાલ ફ્લાઇટ સૌથી લાંબી છે. ગ્વાટેમાલા, પેરુ, હોન્ડુરાસ અને ઇક્વાડોરની ફ્લાઇટ્સ બહુ લાંબી નથી.
ટ્રમ્પ આ માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કેમ કરવા માંગે છે?
વાસ્તવમાં તે પ્રતિકવાદ સાથે વધુ સંબંધિત છે. ટ્રમ્પ હંમેશા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને “એલિયન” અને “ગુનેગારો” તરીકે ઓળખાવતા આવ્યા છે જેમણે અમેરિકા પર “આક્રમણ” કર્યું છે, તેથી જ્યારે તેઓ લશ્કરી વિમાનોમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને મોકલી રહ્યા છે, ત્યારે તેઓ તેમને ગુનેગારો તરીકે દર્શાવી રહ્યા છે. તેને હાથકડી પહેરાવીને મોકલવામાં આવી રહ્યો છે. લશ્કરી વિમાનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ રીતે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમગ્ર વિશ્વને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે જો તમે ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરશો, તો તમારે ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.


