ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથેના દુર્વ્યવહારના મુદ્દા પર, સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું,હતુ કે, “આ એવો મુદ્દો છે જેને અમે યુએસ અધિકારીઓને ભારપૂર્વક જણાવીશું કે ડિપોર્ટીઓ સાથે કોઈ દુર્વ્યવહાર ન કરવા જાણ કરીશું આ ઉપરાંત આવા મુદ્દાઓ પર અમે અવાજ ઉઠાવતા રહીશું. ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપતી અંતર્ગત ઇકોસિસ્ટમ સામે સિસ્ટમ-વ્યાપી કાર્યવાહી થવી જોઈએ.”
વિદેશ સચિવે શું કહ્યું ?
‘અમેરિકન અધિકારીઓ સાથે વાત કરીશ’, ઇમિગ્રન્ટ્સ સાથેના દુર્વ્યવહાર પર વિદેશ મંત્રાલયે શું કહ્યું? વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને 487 સંભવિત ભારતીય નાગરિકો વિશે માહિતી આપી છે જેમને દેશનિકાલના આદેશો જારી કરવામાં આવ્યા છે. વિદેશ સચિવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ માહિતી આપી અને ખાતરી આપી કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ તરીકે મળી આવેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે. આ દરમિયાન તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલયે અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથેના દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રીએ પ્રતિબંધોના ઉપયોગ સંબંધિત માનક સંચાલન પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી, જેના વિશે અમને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવી છે.
વિદેશ મંત્રીએ નિવેદનમાં કહી આ વાત
રાજ્યસભામાં અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકો અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ગઈકાલે 104 લોકો ભારત પાછા ફર્યા છે. અમે તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી છે. આપણે એવું ન વિચારવું જોઈએ કે આ કોઈ નવો મુદ્દો છે. આ એક એવો મુદ્દો છે જે પહેલા પણ બન્યો છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પરત ફરતા દરેક વ્યક્તિ સાથે બેસીને શોધે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા, એજન્ટ કોણ હતો અને આવું ફરી ન બને તે માટે આપણે કેવી રીતે સાવચેતી રાખી શકીએ.”


