પીએમ મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે. પીએમ મોદી હાલમાં પેરિસ AI Summitમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે સંબોધન દરમિયાન AI Summitનું આયોજન કરવા બદલા ઇમેન્યુઅલ મેક્રૌનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ આ સમિટમાં એઆઇને કારણે નોકરીઓ જશે તેવી અટકળો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે AI ‘માનવતાનો કોડ’ લખી રહ્યું છે. AI લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. સમય સાથે, રોજગારનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. AI ને કારણે રોજગાર સંકટનો સામનો કરવાની જરૂર છે. ઇતિહાસ બતાવે છે કે ટેકનોલોજી નોકરીઓ છીનવી લેતી નથી. AI નવી નોકરીઓની તકો ઉભી કરશે.
માનવતા માટે AI મહત્વપૂર્ણ છે: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં AI સમિટને સંબોધિત કરતા કહ્યું કે AI આપણી રાજનીતિ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને સકારાત્મક રીતે બદલી રહ્યું છે. આ અન્ય તકનિકોથી સંપૂર્ણપણે અલગ છે. આ માનવતા માટે મદદરૂપ છે. AI સંબંધિત જોખમો અને સુરક્ષાની ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે તે સમાજ અને સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે આ વિશે ઊંડાણપૂર્વક વિચારવું પડશે અને તેની ચર્ચા કરવી પડશે.
PM MODI @ Paris AI Summit
- આપણે ટકાઉ AI પર કામ કરવુ પડશે
- AIથી નોકરી જશે તે વાત ભ્રમ
- ઇતિહાસ જણાવે છે કે ટેક્નિકથી નવા અવસર મળે છે
- AI અન્ય ટેક્નોલોજી કરતા અલગ છે
- AI લાખો જિંદગીઓ બદલી શકે છે
- AIથી નોકરી ગુમાવવી પડે તે વાત ભ્રમ
- AIથી દરેક ક્ષેત્રમાં કામ સરળ થયા
- AI લોકોની ભલાઇ માટે છે
- કેટલાક લોકો મશીનની તાકાત વધવાથી ચિંતિત છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે છે. તેઓ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI સમિટમાં હાજર રહ્યા છે. પીએમ મોદી સંરક્ષણ સહયોગ અને વેપાર ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી આ મુલાકાત લઈ રહ્યા છે. AI સમિટમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ પ્રવાસ પછી તેઓ સીધા અમેરિકા જવા રવાના થશે.


