બાંગ્લાદેશની શોહેલી અખ્તર આઇસીસી દ્વારા ભ્રષ્ટાચારના આરોપોમાં સસ્પેન્ડ થનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
તે 2023ના ટી20 વર્લ્ડ કપમાં મેચ ફ્ક્સિ કરવાના પ્રયાસમાં દોષિત સાબિત થઈ છે. 36 વર્ષીય શોહેલી ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઓફ્ સ્પિનર શોહેલી બાંગ્લાદેશ માટે બે વન-ડે અને 13 ટી20 મેચ રમી ચૂકી છે અને સાઉથ આફ્રિકા ખાતેની ટૂર્નામેન્ટ દરમિયાન આઇસીસી એસીયૂની આચારસંહિતાનો ભંગ કરવાના આરોપોને સ્વીકારી લીધા છે. જોકે તે ટૂર્નામેન્ટ વખત બાંગ્લાદેશની ટીમની સભ્ય નહોતી. એસીયૂની 2023ની 14મી ફેબ્રુઆરીની તપાસ વખતે શોહેલી ખેલાડી-એ તરીકે ઓળખવામાં આવી હતી. તે એક મહિલા ક્રિકેટર સાથે ફેસબુક મેસેન્જર ઉપર વાતચીત કરતી હતી. તેણે પોતાની મિત્ર અને સાથી ખેલાડીનો સંપર્ક સાધ્યો હતો. જેમાં તેણે સાથી પ્લેયરને ભવિષ્યમાં બાંગ્લાદેશની મેચોમાં ફિક્સિંગ કરવા માટે રાજી કરી હતી.
શોહેલીએ તેની સાથી મિત્રને મેચ ફિક્સ કરવા માટે બે મિલિયન બાંગ્લાદેશી ટકાનું પેમેન્ટ કરશે. શોહેલીએ બુકીને પોતાના પિતરાઈ ભાઈ તરીકે વર્ણવ્યો હતો. તેણે મહિલા ખેલાડીને વધારે રકમ આપવાની પણ ઓફર કરી હતી અને તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.


