યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ મીડિયા સાથે વાતચીત કરી છે. અને રશિયા તથા અમેરિકા પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે. ઝેલેસ્કીએ જણાવ્યુ છે કે, અમારી મંજૂરી વગર યૂક્રેન યુદ્ધ સમાપ્તી મુદ્દે કોઇ નિર્ણય નહી લેવામાં આવે. અને બેઠકમાં અમારી બાદબાકી કરીને અમારી પીઠ પાછળ કોઇ ખંજર ઝિંકવામાં ન આવે. કોઇપણ બેઠકમાં યૂક્રેન વિના નિર્ણય નહી લેવામાં આવે. ઝેલેસ્કીએ તુર્કની યાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા પોતાની માગ મુકી હતી.
યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો થશે સફળ?
યૂક્રેન યુદ્ધને ખત્મ કરવા માટે સાઉદી અરબની રાજધાની રિયાદમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠક રશિયા અને અમેરિકા વચ્ચે થઇ હતી. પરંતુ આ બેઠકમાં યૂક્રેનને આમંત્રણ આપવામાં નહોતુ આવ્યુ. તો આ તરફ યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ માગ કરી છે કે આ પ્રકારની બેઠકમાં તેમને પણ સામેલ કરવામાં આવે. ઝેલેસ્કીએ તુર્કની યાત્રા દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા પોતાની માગ મુકી હતી. ઝેલેસ્કીએ જણાવ્યુ છે કે, અમારી મંજૂરી વગર યૂક્રેન યુદ્ધ સમાપ્તી મુદ્દે કોઇ નિર્ણય નહી લેવામાં આવે. અને બેઠકમાં અમારી બાદબાકી કરીને અમારી પીઠ પાછળ કોઇ ખંજર ઝિંકવામાં ન આવે. કોઇપણ બેઠકમાં યૂક્રેન વિના નિર્ણય નહી લેવામાં આવે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ સાઉદી અરબની યાત્રાએ જવાના હતા. પરંતુ તેઓએ પોતાની રિયાદની યાત્રા 10 માર્ચ સુધી સ્થગતિ રાખી છે.
ત્રણ વર્ષ બાદ મળ્યા અમેરિકા અને રશિયાના અધિકારી
ફેબ્રુઆરી-2022માં રશિયાના યૂક્રેન યુદ્ધ શરુ થયા બાદ પ્રથમવાર અમેરિકા અને રશિયાના અધિકારીઓ વચ્ચે મુલાકાત થઇ હતી. આ બેઠક રિયાદમાં યોજાઇ હતી. આ બેઠકમાં યુદ્ધ સમાપ્તી, સંઘર્ષ રોકવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રોબિયોએ રશિયાના વિદેશ વિભાગને બને એટલુ જલદી યુદ્ધ રોકવા માટેની રૂપ રેખા તૈયાર કરવા જણાવ્યુ છે. રશિયાએ જણાવ્યુ હતુ કે, યૂક્રેનને યૂરોપીય સંઘમાં સામેલ થવાનો અધિકાર છે. પરંતુ નાટો સૈન્ય ગઠબંધનમાં સામેલ થવાનો યૂક્રેન હક ધરાવતું નથી.


