ભારતે 15 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે પણ ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ હવે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે.
ભારતની જીત પર પહેલી પ્રતિક્રિયા પાકિસ્તાન તરફથી આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે.
શોએબ અખ્તરે એક વીડિયો સંદેશ જાહેર કરતા કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં, ભારત ICC ટુર્નામેન્ટમાં બેસ્ટ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે પણ ટ્રોફી જીતી હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અજાયબીઓ કરી છે. વરુણ આવ્યા પછી… વિરાટે વાપસી કરી છે… રોહિતે ફાઈનલમાં જે રીતે બેટિંગ કરી છે. ભારતને ખૂબ ખૂબ અભિનંદન. ભારત આ ચેમ્પિયન્સ ટ્રોફીને ડિઝર્વ કરતું હતું.”
ત્રીજી વખત વિશ્વ ચેમ્પિયન બન્યું ભારત
ભારતે કુલ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. હવે ભારત સૌથી વધુ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર દેશ પણ બની ગયો છે. ભારતે 2002માં શ્રીલંકા સાથે ચેમ્પિયન્સ ટ્રોફી શેર કરી હતી, ત્યારબાદ 2013માં ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રોફી જીતી હતી. હવે 2025 માં, ભારત ન્યુઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયનનો ચેમ્પિયન બન્યો છે.
ભારતનો 25 વર્ષ જૂનો બદલો પૂર્ણ થયો
આ જીત સાથે, ભારતે ન્યુઝીલેન્ડ પર પોતાનો 25 વર્ષ જૂનો બદલો પણ પૂર્ણ કરી લીધો છે કારણ કે ન્યુઝીલેન્ડે 2000 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને જ ખિતાબ જીત્યો હતો. વર્ષ 2000 માં, જ્યારે બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, ત્યારે સૌરવ ગાંગુલીએ ભારત માટે 117 રનની સદીની ઈનિંગ રમી હતી. પરંતુ ક્રિસ કેર્ન્સની 102 રનની અણનમ ઈનિંગ્સ ભારતીય ટીમ માટે ખૂબ જ વધારે પડતી સાબિત થઈ. આ વખતે દુબઈમાં કોઈ સદી ફટકારાઈ ન હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગાના રૂપમાં વિજયી શોટ ફટકારીને ભારતની જીત સુનિશ્ચિત કરી.


