ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટ્રોફી જીતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી સહિત ભારતની તમામ હસ્તીઓ ટીમ ઈન્ડિયાને જીત પર અભિનંદન આપી રહી છે. હવે કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે પણ ટીમ ઈન્ડિયા અને રોહિત શર્મા વિશે એક મોટી વાત કહી છે. શમા મોહમ્મદે કેપ્ટન રોહિત શર્માને સલામ કરી છે.
શમા મોહમ્મદે શું કહ્યું?
કોંગ્રેસના શમા મોહમ્મદે લખ્યું હતું શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે નિર્ણાયક ઇનિંગ્સ રમી, ભારતને જીત તરફ દોરી! આ એક યાદગાર વિજય છે!”
શમાએ પહેલા શું કહ્યું?
કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે રોહિત શર્માનું અપમાન કરતાં X પર લખ્યું હતું – “રોહિત શર્મા એક ખેલાડી તરીકે જાડો છે! તેને વજન ઘટાડવાની જરૂર છે.” કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે વધુમાં કહ્યું કે રોહિત શર્મા નિઃશંકપણે ભારતનો અત્યાર સુધીનો સૌથી બિનઅસરકારક કેપ્ટન છે, તે જ સમયે ટીએમસી સાંસદ સૌગત રોયે શમાનું સમર્થન કર્યું અને કહ્યું – “કોંગ્રેસના નેતાએ જે કહ્યું છે તે સાચું છે… રોહિત શર્માને ટીમમાં ન રહેવું જોઈએ.”
ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
ભારતે રવિવારે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 251 રન બનાવ્યા હતા. આ પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ કર્યું અને 76 રનની ઇનિંગ રમી. તેના સિવાય શ્રેયસ અય્યરે 48 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 34 રન બનાવ્યા હતા. ભારતે 1 ઓવર બાકી રહેતાં 4 વિકેટે મેચ જીતી લીધી હતી.


