ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહાવાશના અફેરની ચર્ચાઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ચહલ તેની પત્ની ધનશ્રી વર્માથી છૂટાછેડાના સમાચારને કારણે મીડિયામાં ચર્ચામાં છે.
હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આ સ્ટાર મહાવાશ સાથે જોવા મળ્યો છે, જેનાથી એવી અટકળોને વેગ મળ્યો છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે. આ ચર્ચાઓ વચ્ચે, માહવાશે એક ક્રિપ્ટિક પોસ્ટ પોસ્ટ કરી છે.
મહાવાશે ઈન્સ્ટાગ્રામ પર બીજી પોસ્ટ શેર કરી છે. જેમાં તેને પોતાની એક સૌથી મોટી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો. તેને એક એવોર્ડ સેરેમનીમાં ‘બેસ્ટ મેગાઈન્ફ્લુએન્સર’ તરીકે સન્માનિત કરવામાં આવી.
માહવાશે શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
આ સન્માન પર ગર્વ વ્યક્ત કરતા, તેણે એક ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું છે કે ‘છોટી માહવાશને આજે આ માહવિશ પર ગર્વ છે અને તે જ સૌથી મહત્વનું છે!’ તું બસ તારું કામ કરતો રહે. ખોટું ન કરો અને ખોટું સાંભળો નહીં.
માહવાશે આપી પ્રતિક્રિયા
આ પહેલા માહવિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ ચર્ચાઓનો વિરોધ કર્યો હતો. તેને કહ્યું કે ‘ઈન્ટરનેટ પર કેટલાક લેખો અને અટકળો ફરતી થઈ રહી છે. આ ચર્ચાઓ કેટલી પાયાવિહોણી છે તે જોઈને ખરેખર ફની લાગે છે. જો તમને કોઈ વિજાતીય વ્યક્તિ સાથે જોવામાં આવે, તો શું તેનો અર્થ એ છે કે તમે તેમને ડેટ કરી રહ્યા છો? તેણે વધુમાં કહ્યું કે “હું કોઈપણ પીઆર ટીમને બીજાઓની છબી છુપાવવા માટે મારું નામ આમાં ઘસવા નહીં દઉં.” તેમનું નિવેદન સ્પષ્ટ સંકેત હતું કે તે કોઈપણ પ્રકારની ચર્ચાઓને વેગ આપવા માંગતી ન હતી.
સોશિયલ મીડિયા પર માહવાશના ફોલોઅર્સમાં વધારો
સોશિયલ મીડિયા પર માહવાશના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે. જાન્યુઆરીમાં તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 1.5 મિલિયનથી વધીને તાજેતરમાં 2.1 મિલિયન થઈ ગઈ છે. એવું પણ જોવા મળી રહ્યું છે કે ચહલ સાથે જોડાયેલી ચર્ચાઓને કારણે માહવાશ પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ચહલની પર્સનલ લાઈફ અને છૂટાછેડા વિશે ચર્ચાઓ
ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા પછી ચહલના પર્સનલ લાઈફ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચહલ અને ધનશ્રીના લગ્ન 2020 માં થયા હતા પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા હોવાના સમાચાર છે.


