મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનના ઝેલમમાં ગોળીબારમાં ઘાયલ થયો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. તેને રાવલપિંડીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સઈદ પાકિસ્તાન આર્મી કોર્પ્સ કમાન્ડર મંગલા સાથે મુલાકાત કરીને પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેનો ભત્રીજો અબુ કતાલ માર્યો ગયો. જો કે હાફિઝ સઈદ હજુ પણ જીવિત છે. ગોળીબારમાં ઘાયલ થયેલા હાફિઝની સારવાર ચાલી રહી છે.
હાફિઝ મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ
હાફિઝ સઈદને 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. આ હુમલામાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. હાફિઝ સઈદ 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટોમાં પણ સામેલ હતો. 2001 માં સઈદે ભારતીય સંસદને પણ નિશાન બનાવી હતી. તેનો સમાવેશ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં થાય છે. મુંબઈ હુમલા પછી ભારતે પાકિસ્તાનને તેને સોંપવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને તેને આતંકવાદી તરીકે સ્વીકારવાનો સતત ઇનકાર કરી દીધો હતો.
કઇ કઇ ઘટનાઓમાં સામેલ?
ઉલ્લેખનીય છે કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના ભત્રીજા નદીમ ઉર્ફે અબુ કતાલનું શનિવારે રાત્રે પાકિસ્તાનના ઝેલમમાં મોત થયું હતું. અજાણ્યા હુમલાખોરોએ તેઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કતાલ જમ્મુ અને કાશ્મીરના રિયાસી આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. રાજૌરી હુમલામાં અબુ કતાલ પણ સામેલ હતો. 1 જાન્યુઆરી, 2023ના રોજ અહીં હુમલો થયો હતો.
અબુ કતાલ કોણ હતો?
અબુ કતલ જમાત ઉદ-દાવાનો ટોચનો કમાન્ડર હતો. આ હુમલામાં અબુ કતાલના એક સાથીનું પણ મોત થયું હતું. અબુ કતાલ જમ્મુ અને કાશ્મીરમાં અનેક હુમલાઓનું આયોજન કરવા માટે જાણીતો હતો અને તે આતંકવાદી સંગઠનનો મુખ્ય કાર્યકર્તા હતો. કતલ 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો નજીકનો સાથી હતો. તે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતો.


