ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર આઈપીએલ 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે. શ્રેયસ ઐયરે ગયા સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી અને ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. પરંતુ KKR એ IPL 2025 માટે ઐયરને રિટેન કર્યો ન હતો.
હાલમાં તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળવા જઈ રહ્યો છે. પરંતુ સીઝનની શરૂઆત પહેલા, શ્રેયસ ઐયરે પોતાના નિવેદનથી ટ્રોલર્સને યોગ્ય જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.
શ્રેયસ ઐયરનો મોટો ખુલાસો
શ્રેયસ ઐયર IPL 2025 માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સંભાળશે. તેને આ માટે પોતાની તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે. તાજેતરમાં, એક ઈન્ટરવ્યુ દરમિયાન, શ્રેયસ ઐયરને શોર્ટ બોલ સામે તેની નબળાઈ વિશે પૂછવામાં આવ્યું. આના જવાબમાં તેને કહ્યું કે કદાચ આવી છાપ ઉભી થઈ હતી અથવા તેઓ ટાઈપકાસ્ટ હતા. પરંતુ તે હંમેશા પોતાની શક્તિ અને ક્ષમતા વિશે જાણતો હતો અને તેને પોતાના પર વિશ્વાસ હતો.
શ્રેયસ ઐયરે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી હતી. તે શોર્ટ બોલ પર પણ મુક્તપણે શોટ રમ્યો. વર્લ્ડકપ 2023 દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે જ્યારે પત્રકારે તેમને શોર્ટ બોલ વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રેયસ ઐયર ગુસ્સે થઈ ગયો.
કેવું રહ્યું ચેમ્પિયન્સ ટ્રોફીનું પ્રદર્શન ?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું. તેને મિડલ ઓર્ડરમાં ઘણા રન બનાવ્યા. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ શ્રેયસ ઐયરની પ્રશંસા કરી અને તેને ટુર્નામેન્ટનો સાયલન્ટ હીરો ગણાવ્યો. ટુર્નામેન્ટમાં, શ્રેયસ ઐયરે બાંગ્લાદેશ સામે 15, પાકિસ્તાન સામે 56, ન્યુઝીલેન્ડ સામે 79, ઓસ્ટ્રેલિયા સામે 45 અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 48 રન બનાવ્યા હતા.


