આઇટીએફ મેન્સ ટેનિસમાં ગુજરાતના માધવિન કામથ સહિત ભારતના પાંચ ખેલાડીઓએ પોતપોતાના મુકાબલા જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સિદ્ધાર્થ વિશ્વકર્મા, ચિરાગ દુહાન તથા ક્રિસ ત્યાગીએ એક સમયે પરાજયના દ્વારે પહોંચ્યા બાદ મેચ જીતીને મેજર અપસેટ સર્જ્યા હતા. કરન સિંઘ અને આર્યન શાહે અપેક્ષા મુજબ પોતાના મુકાબલા જીતી લીધા હતા. ફોર્મમાં રહેલા ઇશાક ઇકબાલનો છઠ્ઠા ક્રમાંકિત જાપાનના રયોતારા તાગુચી સામે 5-7, 1-6થી, આઠમા ક્રમાંકિત દેવ જાવિયાનો ચિરાગ દુહાન સામે 5-7, 6-4, 3-6થી પરાજય થયો હતો. આ મુકાબલો લગભગ બે કલાક 45 મિનિટ સુધી રમાયો હતો. અમદાવાદના બે સ્થાનિક ખેલાડીઓમાં રમાયેલા મુકાબલામાં આર્યન શાહે માધવિન કામથને કોઇ પણ મુશ્કેલી વિના 6-4, 6-4થી હરાવ્યો હતો. બ્રિટનના જય ક્લાર્કે કઝાકિસ્તાનના લોમાકિન ગ્રિગોરીને 6-0, 6-1થી, ઇટાલીના એલેકસાન્દ્ર બિન્ડાએ જાપાનના રયુકી મત્સુદાને 6-4,4-6, 7-5થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું.


