મ્યાનમારમાં જીવલેણ દુર્ઘટનાના એક દિવસ પછી નેપીડોવ નજીક 5.1ની તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ નોંધાયો છે. ઘાતક આપત્તિના એક દિવસ પછી મ્યાનમારની રાજધાની નેપીડોવ નજીક નોંધાયેલ તીવ્રતા સાથેનો બીજો ભૂકંપ આવ્યો છે. મ્યાનમારમાં વિનાશક ભૂકંપમાં હજારથી વધુ લોકોના મોત થયા હતા અને અઢી હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. શુક્રવારે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
મ્યાનમારમાં 2 દિવસથી સતત ભૂકંપના આંચકા
ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા જેના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. મ્યાનમાર-થાઇલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપથી 154 લોકોના મોત, 732 ઘાયલ થયા છે. તેમ પણ સતત આંચકાના કારણે લોકો ભયભીત છે અને ઘણા વિસ્તારોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. જો કે હજુ સુધી કોઈ મોટી નુકસાની કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
ભારતનું ઓપરેશન બ્રહ્મા
ભારતે સારા મિત્ર તરીકેનો પરિચય આપતા મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી આપી છે. ભારતે મદદ કરવા હાથ લંબાવ્યો છે. ભારતના પડોશી દેશો મ્યાનમાર અને થાઇલેન્ડ ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા. જેને પગલે ભારતે ઓપરેશન બ્રહ્મા લોંચ કર્યું. આ તરફ, મ્યાનમારમાં કટોકટી જાહેર કરી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે.


