IPL 2025 ની તેરમી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ એકાના સ્ટેડિયમ ખાતે રમાશે. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબની ટીમે આ સિઝનમાં સારી શરૂઆત કરી છે. તેને પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. હવે પંજાબનો મુકાબલો લખનૌ સામે થશે. રિષભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌની ટીમે બે મેચ રમી છે અને એક જીતી છે. લખનૌએ છેલ્લી મેચ પણ જીતી લીધી છે.


