હૈમિલ્ટન વન ડેમાં ન્યૂઝીલેન્ડના 23 વર્ષીય બોલર ઓ રાઇર્કીએ તો પાકિસ્તાન પર કહેર વર્તાવી દીધો. તેણે એકબાદ એક વિકેટ લઇને જ નહી પરંતુ પાકિસ્તાની બેટ્સ મેનના દિલ દિમાગમાં એવો ખૌફ ઉભો કરી દીધો. પાકિસ્તાની બેટ્સમેનને ઇજા પહોંચાડીને ધાક જમાવી દીધી. ઇજા પહોંચવાનું ખાસ કારણ હતું કે ઓ રાઉર્કીની હાઇટ. તેની જબરદસ્ત હાઇટને કારણે તેણે બોલ બાઉન્સ કરતા પાકિસ્તાની ખેલા઼ડીઓના હેલ્મેટ તો ક્યારેક ખેલાડીઓના શરીરને ઇજા પહોંચી હતી.
હાઇટ પડી ભારે !
સૌથી વધુ હિટ ફટકારનારા બે બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને હરિસ પર ઓ રાઉર્કીનો ખૌફ વર્તાયો. જેમાં હરિસ રાઉફની હાલત એવી થઇ ગઇ કે તેણે મેદાન છોડીને ભાગવુ પડ્યું. પાકિસ્તાનની ઇનિંગ્સની 25મી ઓવર દરમિયાન વિલ ઓ રાઉર્કીએ હરિસ રૌફના હેલ્મેટને નિશાન બનાવ્યું હતું. આ ઓવરના બીજા બોલ પર રુર્કે એક બાઉન્સ ફેંક્યો જેનો હેરિસ અંદાજ લગાવી શક્યો નહીં અને આ બોલ સીધો જ તેના હેલ્મેટ પર કાનપટ્ટીના ભાગે વાગ્યો. બોલ એટલો ઝડપી હતો કે હેલ્મેટનો પાછળનો ભાગ તો અથડાયા પછી થોડો તૂટી ગયો.
રુર્કે હેરિસનું હેલ્મેટ તોડી નાખ્યું
પાકિસ્તાનની ઇનિંગ્સની 25મી ઓવર દરમિયાન વિલ ઓ’રોર્કે હરિસ રૌફના હેલ્મેટને નિશાન બનાવ્યું હતું. આ ઓવરના બીજા બોલ પર, રુર્કે એક બાઉન્સર ફેંક્યો જેનો હેરિસ અંદાજ લગાવી શક્યો નહીં અને તે સીધો તેના હેલ્મેટ પર ગયો અને તેના ટેમ્પલ નજીકના વિસ્તારમાં વાગ્યો. બોલ એટલો ઝડપી હતો કે હેલ્મેટનો પાછળનો ભાગ અથડાયા પછી થોડો તૂટી ગયો.
ફિઝિયોએ આવ્યુ પડ્યુ મેદાને
24.2 ઓવરમાં બોલ હારિસ રૌફના હેલ્મેટ પર વાગ્યો, ત્યારબાદ કન્કશનના નિયમો મુજબ ફિઝિયોને તેને જોવા માટે મેદાન પર આવવું પડ્યું. આ સમય દરમિયાન રમત લાંબા સમય સુધી બંધ રહી. ફિઝિયોએ હરિસ રૌફની ઈજાની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરી અને પછી નિર્ણય લીધો કે તેણે મેદાન છોડી દેવું જોઈએ. અને હારિસ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પાછો ફર્યો. જ્યારે તે પેવેલિયન પાછો ફર્યો ત્યારે તે 9 બોલમાં 3 રન બનાવીને રમી રહ્યો હતો.


