ક્રિકેટની દુનિયામાં જો કોઈ ટીમ હોય જેની રમત કરતાં બહારની બાબતોની વધુ ચર્ચા થાય છે, તો તે પાકિસ્તાન ક્રિકેટ ટીમ છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન ટીમમાં કોચિંગ સ્ટાફથી લઈને કેપ્ટનશીપ સુધી ઘણા ફેરફારો થયા છે.
ફેબ્રુઆરી-માર્ચમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર મર્યાદિત ઓવરોની સિરીઝમાં પાકિસ્તાનનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. હવે, આ અંગે, પાકિસ્તાન વનડે ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેને કહ્યું છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તેઓ કેપ્ટનશીપ છોડી શકે છે.
T20 કેપ્ટનશીપ પરથી હટાવવાથી મોહમ્મદ રિઝવાન નારાજ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. આ પછી, જ્યારે PCBએ ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે T20 અને ODI ટીમની જાહેરાત કરી, ત્યારે મોહમ્મદ રિઝવાન પાસેથી T20 કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને તેમને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો.
મીડિયા રિપોર્ટ મુજબ રિઝવાન આ નિર્ણયથી ખૂબ ગુસ્સે છે. એવું કહેવાય છે કે તેઓ ટૂંક સમયમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે PCBના ચેરમેન મોહસીન નકવીને મળી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તેમને ટીમ પસંદગીમાં વધુ અધિકાર આપવામાં નહીં આવે તો તેઓ કેપ્ટનશીપ છોડવાનો પણ નિર્ણય લઈ શકે છે.
‘અમને આ વિશે કોઈ ખ્યાલ નહોતો’: મોહમ્મદ રિઝવાન
પાકિસ્તાન સુપર લીગની આગામી સીઝન માટે કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં, જ્યારે મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન વિશે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેને કહ્યું, “દરેક વ્યક્તિ જાણે છે કે શું થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ જે તેના નિયંત્રણમાં છે તેના માટે જવાબદાર છે.”
જ્યારે રિઝવાને T20 ટીમના કેપ્ટનપદ પરથી છીનવી લેવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું, “હું આ વિશે કંઈ કહી શકતો નથી. અમને આ વિશે જાણ કરવામાં આવી ન હતી કે અમારી સાથે સલાહ લેવામાં આવી ન હતી. તે તેમનો નિર્ણય હતો અને અમારે તેને પહેલાની જેમ સ્વીકારવો પડ્યો.”


