IPL 2025 ની 24મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં, ટોસ જીતીને, દિલ્હી કેપિટલ્સ ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા, જેમાં ટિમ ડેવિડે અણનમ 37 રન બનાવ્યા, જ્યારે ફિલ સોલ્ટે 37, રજત પાટીદારે 25 અને કોહલીએ 22 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સ તરફથી વિપરાજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમે આ લક્ષ્યનો પીછો 17.5 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને કર્યો હતો. દિલ્હી તરફથી કેએલ રાહુલે અણનમ 93 રન બનાવ્યા જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 38 રન બનાવ્યા.


