આઈપીએલ 2025 માં આજે CSK VS KKR વચ્ચે જંગ થવા જઈ રહ્યો છે. આ તમામની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને કોણીમાં ફેક્ચર થયું છે. જેના કારણે તે આખી સીઝનમાંથી બહાર થયો છે. સીએસકેએ મહેન્દ્ર સિંહ ધોની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીઝન વચ્ચે ધોનીને કેપ્ટનની જવાબદારી સોંપી છે.
હવે આઈપીએલમાં દિગ્ગજ ધોની ફરી એક વખત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. બીજી બાજુ ગાયકવાડ ભલે ઈજાગ્રસ્ત થયો હોય. પરંતુ તે ટીમમાં રહેશે. આ વાતનો ખુલાસો ખુદ ઋતુરાજ ગાયકવાડે કર્યો છે.
આઈપીએલમાંથી બહાર થયા બાદ ગાયકવાડનું નિવેદન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઋતુરાજ ગાયકવાડે એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે કહ્યું બધાને નમસ્કાર. કોણીની ઈજાને કારણે તે આઈપીએલમાંથી બહાર થયો છે. આ કારણે તે ખુબ દુખી છે. અત્યારસુધી સપોર્ટ કરવા બદલ આભાર, અમે થોડા સમથી સંધર્ષ કરી રહ્યા છે પરંતુ તમે બધા જાણો છો કે, હવે ટીમનો એક યુવા વિકેટકીપર લીડ કરી રહ્યો છે. આશા છે જલ્દી સારું પરિણામ જોવા મળશે. હું ટીમ સાથે રહીશ અને તેનું સંપૂર્ણ સમર્થન કરીશ.
ગાયકવાડે ધોની વિશે શું કહ્યું, જાણો?
ઋતુરાજ ગાયકવાડે મહેન્દ્ર સિંહ ધોનીને યુવા વિકેટકીપર કહ્યો છે. જ્યારે તેની ઉંમર 43 વર્ષની છે. આ ઉંમરે પણ ધોની એકદમ ફિટ છે. તેની સ્ફુર્તિ મેદાનમાં જોવા મળે છે. ગાયકવાડે કહ્યું કે, પાક્કું છે કે, તે આ સ્થિતિમાંથી બહાર નીકળશે. પરંતુ તમે જાણો છો કે, કેટલીક વસ્તુઓ કંટ્રોલમાં હોતી નથી. ડગ આઉટથી ટીમનું સમર્થન કરવા માટે ઉત્સુક છું આશા છે કે, આ સીઝન સારી રહે.


