આજે IPLનો જન્મદિવસ છે. આ લીગ 17 વર્ષ પહેલા આજના દિવસે, 18 એપ્રિલ 2008 ના રોજ શરૂ થઈ હતી. આજે IPL ના જન્મદિવસ પર, RCB અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને છે. વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો, પરંતુ લગભગ અઢી કલાક રાહ જોયા બાદ ટોસ થયો. મેચમાં 14 ઓવર થશે
આઈપીએલની ૩૪મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. વરસાદને કારણે ટોસ અઢી કલાક મોડાથી રાત્રે 9-30 વાગ્યા સુધી શરૂ થયો. પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચનો પહેલો બોલ રાત્રે 9-45વાગ્યે ફેંકાશે. આ મેચમાં બેટિંગ પાવરપ્લે 4 ઓવરનો રહેશે.
બોલિંગના નિયમોની વાત કરીએ તો, ચાર બોલરો ત્રણ-ત્રણ ઓવર ફેંકશે અને બાકીની બે ઓવર બીજો બોલર ફેંકશે. મેચનો પહેલો દાવ 10-45 વાગ્યે પૂરો થશે અને બીજો દાવ ૧૦:૫૫ વાગ્યે શરૂ થશે. પંજાબ કિંગ્સ પ્લેઇંગ 11- શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ.


