પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીમાં અવસાન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતા. ફ્રાન્સિસને તાજેતરમાં ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચાર વેટિકન સિટીથી આપવામાં આવ્યા છે. ફ્રાન્સિસ 88 વર્ષના હતા. એક દિવસ પહેલા જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા હતા. ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ હતા પોપ ફ્રાંસિસ.
પોપ ફ્રાન્સિસના નિધન પર થી પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. પોસ્ટમાં, પીએમ મોદીએ લખ્યું, ‘પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસના નિધનથી ખૂબ દુઃખ થયું.’ આ દુઃખ અને સ્મૃતિના સમયમાં વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે. નાનપણથી જ તેમણે પ્રભુ ઈસુના આદર્શોને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કરી દીધા. તેમણે ગરીબો અને વંચિતોની ભક્તિભાવથી સેવા કરી. તેમણે દુઃખી લોકોમાં આશાની ભાવના લાવી. મને તેમની સાથેની મારી મુલાકાતો ખૂબ જ યાદ છે અને સમાવિષ્ટ અને સર્વાંગી વિકાસ પ્રત્યેના તેમના સમર્પણથી હું ખૂબ પ્રેરિત થયો છું. ભારતના લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ રહેશે. તેમના આત્માને ભગવાનના આલિંગનમાં શાશ્વત શાંતિ મળે.
પોપ ફ્રાન્સિસના નિધનથી જેડી વાન્સ દુઃખી
પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના લાખો ખ્રિસ્તીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 20 એપ્રિલ, 2025ના રોજ વેટિકન ખાતે તેમને મળેલા યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. વાન્સે કહ્યું, ‘હું ગઈકાલે પોપને મળ્યો હતો, તેઓ બીમાર હતા, પરંતુ કોવિડના શરૂઆતના દિવસોમાં તેમનો પ્રેરણાદાયક ઉપદેશ હંમેશા યાદ રાખવામાં આવશે.’ વેટિકન અનુસાર, પોપે ઇસ્ટર પર વાન્સ સાથેની ટૂંકી મુલાકાતમાં તેમની શુભેચ્છાઓ શેર કરી.ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાંસિસ
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાંસિસ ન્યૂમોનિયા સામે જંગ જીત્યા હતા. રોમની હૉસ્પિટલમાં દાખલ 88 વર્ષીય પોપની તબિયતમાં સતત સુધારો જોવા મળ્યો હતો. તબીબે જણાવ્યુ હતુ કે, પોપે ન્યૂમોનિયાના ગંભીર સંક્રમણના સ્ટેજને પાર કરી લીધો હતો. પરંતુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે હજુ થોડા સમય લાગશે. પોપને શ્વાસ લેવામાં હવે સરળતા છે. અગાઉ તેઓને ઓક્સિજન આપવામાં આવતા હતા. પરંતુ આજે તેઓએ અંતિમ શ્વાસ લઇને દુનિયાને અલવિદા કર્યુ હતુ.
કયા દેશમાં સૌથી વધુ થાય છે મોત ?
ન્યૂમોનિયાના કારણે બે-તૃત્તાંશ જેટલા મોત તો માત્ર 20 દેશમાં જ થાય છે. આમાં ભારત, ચીન, નાઇજીરીયા, જાપાન, બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, ઇથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇન્ડોનેશિયા, યુનાઇટેડ કિંગડમ, બાંગ્લાદેશ, રશિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, જર્મની અને બુર્કિના ફાસોનો સમાવેશ થાય છે.


