હવે મોદી સરકારે ભારતમાં ભાલા ફેંકનાર અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરી દીધું છે. ભારતમાં નદીમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકોને સંદેશ મળી રહ્યો છે કે, “આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી.” આ નિર્ણય કાનૂની વિનંતી બાદ લેવામાં આવ્યો હતો. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યુ છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક
જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. સરકારે એવા પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા છે જેના ભારતમાં મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતમાં ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે “ભારત, તેની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટી અને ભ્રામક વાર્તાઓ અને ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી”. ભારતમાં ભૂતપૂર્વ ક્રિકેટરો શોએબ અખ્તર, બાસિત અલી અને શાહિદ આફ્રિદીના યુટ્યુબ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. જોકે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપલબ્ધ છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો અલી ઝફર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા છે.
અરશદને ફોન કરવા બદલ નીરજ ચોપરા ટ્રોલ
પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશના લોકોમાં ગુસ્સો છે. તેઓ પાકિસ્તાન અને આતંકવાદ સામે બદલો લેવા માંગે છે. આ દરમિયાન, પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને ભારત બોલાવવાના મુદ્દા પર એથ્લીટ નીરજ ચોપરાને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. જે બાદ તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે મારી પ્રામાણિકતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તે જોઈને દુઃખ થાય છે. નીરજે વધુમાં લખ્યું હતુ કે, “હું સામાન્ય રીતે ઓછા શબ્દો બોલતો માણસ છું. પરંતુ તેનો અર્થ એ નથી કે હું જે ખોટું માનું છું તેની વિરુદ્ધ બોલીશ નહીં. ખાસ કરીને જ્યારે વાત આપણા દેશ પ્રત્યેના મારા પ્રેમ અને મારા પરિવારના સન્માન અને પ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવવાની હોય.ત્યારે હુમ ચુપ નહીં રહુ”


