ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેારત કરવામાં આવી છે. 7 મેથી ચાલી રહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં હવે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવામાં આવી છે. બંને દેશો વચ્ચે સત્તાવાર યુદ્ધવિરામની જાહેરાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની માહિતી આપી હતી. આ સાથે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક મધ્યસ્થી નેતા તરીકે ઉભરી આવ્યા છે. અત્યાર સુધીમાં તેઓ માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ નહીં, પરંતુ કુલ 5 યુદ્ધમાં સમાધાન કરવામાં સફળ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ આ દેશો વચ્ચે કરાવી ચૂક્યા છે યુદ્ધવિરામ
રશિયા-યુક્રેન
બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવાના તેમના પ્રયત્નોને લઈ ચર્ચામાં આવ્યા હતા. જેના કારણે વ્હાઈટ હાઉસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. તે દરમિયાન ઝેલેન્સકી મીટિંગ છોડીને બહાર આવ્યા. જોકે, ઝેલેન્સકીએ પાછળથી પોતાની ભૂલ સ્વીકારી અને અમેરિકા સાથે પણ કરાર કર્યો હતો. આ પછી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે ઘણા કરાર થયા છે.
ઈઝરાયલ-હમાસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના બીજા કાર્યકાળ દરમિયાન ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંબંધો ઉકેલવામાં મોટી સફળતા મળી હતી. તેમના સમાધાન ફોર્મ્યુલાને કારણે ઈઝરાયલે પેલેસ્ટિનિયન વિસ્તારોમાં હમાસ પર હુમલા બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જ્યારે હમાસે ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે પણ સંમતિ આપી હતી.
ઈરાન-ઈઝરાયલ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધો પણ તલવારની ધાર પર રહ્યા છે. બંને દેશો ઘણી વખત એકબીજા સાથે ટકરાયા છે. તેથી યુદ્ધવિરામ ઘણી વખત થયો છે. આવા કિસ્સામાં આ વર્ષે એપ્રિલમાં ઈરાન અને ઇઝરાયલ ફરી એકવાર સામસામે આવ્યા હતા. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યા અને બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધ ટળી ગયું હતું.
અમેરિકા અને હૂતીઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે હુતી બળવાખોરો પર હવાઈ હુમલા બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હુતી બળવાખોરોએ અમેરિકી અધિકારીઓને સંકેત આપ્યો હતો કે તેઓ હવે લડવા માગતા નથી, જેના કારણે તેમણે કહ્યું હતું કે તેઓ હુતી બળવાખોરો પર હવાઈ હુમલા નહીં કરે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દાયકાઓથી દુશ્મનાવટ છે, પરંતુ 7 મે પછી બંને દેશો વચ્ચે શરૂ થયેલુ યુદ્ધ આક્રમક વળાંક લઈ રહ્યું હતું. જે અંતર્ગત બંને દેશોએ સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો હતો, પરંતુ આ 4 દિવસ લાંબી લડાઈ વધુ ખતરનાક બને તે પહેલાં, અમેરિકન રાષ્ટ્રપતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં સફળ રહ્યા છે.


