ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે ખોટા દાવાઓ અને ફેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ કરવામાં આવી રહી છે, તેનો પણ સામનો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ દાવા પહેલા ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાન અફઘાનિસ્તાન પર ભારતના હુમલાની વાત કરીને અફવાઓ ફેલાવી રહ્યું છે, અમારા સહિત બધા જાણે છે કે અફઘાનિસ્તાન પર કોણ હુમલો કરે છે. આ બધા દાવાઓ વચ્ચે અફઘાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાનું એક નિવેદન પણ સામે આવ્યું છે.
અફઘાનિસ્તાન પર કોઈ હુમલો નહીં
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લાહ ખ્વારઝમીએ હુર્રિયતે કહ્યું કે અફઘાનિસ્તાન પર ભારત દ્વારા મિસાઈલ હુમલાના પાકિસ્તાનના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે. ખ્વારઝમીએ કહ્યું કે આ વાતમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. અગાઉ પણ પાકિસ્તાની લશ્કરી અધિકારીઓએ દાવો કર્યો હતો કે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં અફઘાનિસ્તાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું કે અફઘાન લોકો હવે તેમના મિત્રો અને દુશ્મનોને સારી રીતે ઓળખે છે અને જાણે છે કે કયા દેશે વારંવાર અફઘાનિસ્તાનની જમીનનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાના દાવા પાયા વગરના: અફઘાનિસ્તાન
પાકિસ્તાન ભારત વિશે ઘણા ખોટા દાવા કરી રહ્યું છે. ભારત પણ આ દાવાઓનો પર્દાફાશ કરવામાં કોઈ કસર બાકી રહ્યું નથી. આ પછી પણ પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી પોતે આ અફવાઓ ફેલાવવામાં સામેલ છે. ભારત તરફથી યોગ્ય જવાબ મળી રહ્યો છે તે જોતાં પાકિસ્તાન અફઘાનિસ્તાનને ઉશ્કેરવા માગે છે. જોકે, તેની હોંશિયારી કોઈ કામની સાબિત થઈ રહી નથી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ઘણી વખત હવાઈ હુમલા કર્યા છે, ભારતે પણ તે સમયે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલાઓની નિંદા કરી હતી.


