ઇરિંગ હાલેન્ડને લાંબા સમય બાદ પુનરાગમન કર્યું હોવા છતાં માન્ચેસ્ટર સિટી વિજય હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી અને સાઉથમ્પ્ટન સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચ 0-0થી ડ્રો થવાના કારણે તેનું નીચલા સ્તરની લીગમાં રેલિગેટ થવાનું લગભગ નિશ્ચીત થઇ ચૂક્યું છે.
માન્ચેસ્ટર સિટીની ટીમને ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવા માટે પોતાની બાકીની બંને મેચમાં સારા માર્જિનથી જીતવું પડશે અને તેણે અન્ય મેચોના પરિણામ ઉપર પણ મદાર રાખવો પડશે. સિટીની ટીમ 36 મેચમાં 65 પોઇન્ટ સાથે લીગમાં ત્રીજા ક્રમે છે અને બીજા ક્રમે રહેલી આર્સનલની ટીમ 35 મેચમાં 67 પોઇન્ટ ધરાવે છે. લીવરપુલની ટીમ 82 પોઇન્ટ સામે ટોચના ક્રમે છે. બીજા અને સાતમા ક્રમની ટીમ વચ્ચે છ પોઇન્ટનો ફરક છે અને આ સ્થિતિમાં તમામ ટીમો પાસે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવાની તક પણ રહેશે. ડ્રોના પરિણામ સાથે સાઉથમ્પ્ટન પણ એક નિરાશાજનક રેકોર્ડ નોંધાવવાથી બચી ગઇ હતી. તેના હવે 36 મેચમાં માત્ર 12 પોઇન્ટ થયા છે.


