કોણે વિચાર્યું હશે કે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તેના થોડા અઠવાડિયા પહેલા જ વિરાટ કોહલી અચાનક ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરશે. વિરાટ સતત ફિટનેસના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યો હતો, છતાં તેને 36 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.
‘કિંગ કોહલી’ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સાથે ક્રિકેટ રમ્યો છે. હવે વિરાટના સાથી ક્રિકેટરોએ તેની નિવૃત્તિ પર પ્રતિક્રિયા આપી છે.
સાથી ક્રિકેટરોએ શું કહ્યું?
મોહમ્મદ સિરાજે વિરાટ કોહલીની નિવૃત્તિ પર ખૂબ જ ઈમોશનલ પોસ્ટ પોસ્ટ કરી છે. તેને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેની નિવૃત્તિનો ઉલ્લેખ કર્યો અને તેમના ફોટા વચ્ચે તૂટેલા દિલનું ઈમોજી શેર કર્યું.
શુભમન ગિલે વિરાટ કોહલી માટે એક લાંબી પોસ્ટ પોસ્ટ કરી. શુભમન ગિલે કહ્યું કે જ્યારે તે 13 વર્ષનો હતો, ત્યારે તેને વિરાટને રમતા જોયો અને વિચાર્યું કે કોઈ ખેલાડી મેદાન પર આટલી ઉર્જાથી ભરપૂર કેવી રીતે હોઈ શકે છે. ગિલે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ કોહલી પાસેથી પ્રેરણા લેશે અને તેમના જેવા જ ઉર્જા સ્તર સાથે ક્રિકેટ રમશે.
મોહમ્મદ શમી પણ લાંબા સમયથી વિરાટ કોહલી સાથે ક્રિકેટ રમી રહ્યો છે. તેને કહ્યું કે વિરાટે ટેસ્ટ ક્રિકેટનો એક મહાન વારસો છોડી દીધો છે. શમી કહે છે કે કોહલીનો જુસ્સો અને પ્રતિબદ્ધતા લાખો યુવાનોને પ્રેરણા આપશે. શમીએ તેના સાથી ક્રિકેટરને લિજેન્ડ કહ્યો.
યશસ્વી જયસ્વાલ આજે ટીમ ઈન્ડિયાનો ઈમર્જિંગ સ્ટાર બની ગયો છે. તેને કહ્યું કે વિરાટ અને રોહિતને જોયા પછી, તેને ટીમ ઈન્ડિયા માટે રમવાનું સ્વપ્ન જોયું હતું. જયસ્વાલે કહ્યું કે વિરાટ અને રોહિત પાસેથી પ્રેરણા લઈને તે આજે આ સ્થાન પર પહોંચ્યો છે.
ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન બનવાની રેસમાં રહેલા રિષભ પંતે જણાવ્યું કે કોહલીએ દરેક તકનો લાભ લઈને મેદાન પર પોતાનું સર્વસ્વ આપ્યું. પંતે વિરાટને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી.


