WTC 2025 ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ની ફાઇનલ માટે એક મજબૂત ટીમ મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આમાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે, પરંતુ તેમાંથી મોટાભાગના એવા ખેલાડીઓ છે જે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનો ભાગ છે .દક્ષિણ આફ્રિકાની સામેની ફાઈનલ મેચમાં નવા યુવાન ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
WTC 2025
11 જૂનથી લંડનના લોર્ડ્સ ખાતે WTC 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. WTC 2025 માટે ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઈનલ જીતવા પ્રયાસ કરશે. અગાઉ 2023માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હાર આપી ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત્યું હતું. અને તેની પહેલા 2021માં ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 માટે પસંદ કરાયેલી આ જ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ શ્રેણી પણ રમશે. આ ટીમમાં એ જ ખેલાડીઓ છે, જેમણે BGTમાં ઓસ્ટ્રેલિયન ટીમને ભારત સામે 3-1થી અને શ્રીલંકામાં 2-0થી વિજય અપાવ્યો હતો.
ટીમમાં બે નવા ચહેરાને સ્થાન
ઓસ્ટ્રેલિયન ટીમમાં 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જાહેરાત મુજબ બે નવા યુવાન ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ખેલાડી સર્જરીને પગલે ટીમમાંથી બહાર હતો. પરંતુ હવે ફાઈનલ મેચમાં પોતાનું શ્રેષ્ઠ બતાવવા કેમેરોન ગ્રીનને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ભારત સામે સારું પ્રદર્શન કરનાર બ્યુ બ્યુસ્ટર પણ ટીમનો હિસ્સો બન્યો છે. જ્યારે ઓલરાઉન્ડર મિશેલ માર્શને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. આ સિવાય, શ્રીલંકાને 2-0 અને ભારતને 3-1થી હરાવનાર ઓસ્ટ્રેલિયાની ટીમમાં બહુ ફેરફાર કરવામાં આવ્યા નથી. ટીમને સતત બીજી વખત WTC 2025માં ચેમ્પિયન બનાવવાની જવાબદારી પેટ કમિન્સને સોંપવામાં આવી છે. તેની સાથે જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક પેસ બોલિંગમાં રહેશે. આ ત્રણેય તાજેતરમાં IPL રમીને પોતાના દેશ પરત ફર્યા છે અને તેમના આ લીગમાં ફરીથી જોડાવાની કોઈ શક્યતા નથી.
WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ્ક, મેટ કુહનેમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર. ટ્રાવેલિંગ રિઝર્વ: બ્રેન્ડન ડોગેટ.


