ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનને ઘૂંટણલિયે લાવી આખરે યુદ્ધ વિરામ કરનાર ભારતે દુનિયાને પોતાની સશક્ત શક્તિનો પરચો બતાવ્યો. ભારતે આજે દુનિયાને સાબિત કર્યું છે કે તે તમામ રીતે આત્મનિર્ભર છે અને કોઈપણ ભારત સામે આંખ ઉઠાવશે તો તેને આવો જ જડબાતોડ જવાબ મળશે. ભારતની કામગીરીને દુનિયાના દેશો પ્રશંસા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પોતાના X પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધ સ્થિતિનું વિશ્લેષણ કર્યું. અમરુલ્લાહ સાલેહે લખ્યું કે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) પાસેથી મદદ લીધા વગર પોતાના દમ પર દુશ્મન દેશને ઘૂંટણિયે લાવ્યું. આ જ બતાવ છે કે ભારત આર્થિક, સંરક્ષણ એમ તમામ રીતે સક્ષમ છે.
અમરુલ્લાહ સાલેહેનું ટવીટ
અમરુલ્લાહ સાલેહે પોતાના X પર ભારતે કેવી રીતે જીત મેળવી તેનું વિશ્લેષણ કર્યું. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ભારતના ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાનના ઓપરેશન બુનિયાન ઉલ મારસૂસની તુલના કરી. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે 100 કલાકના સમયગાળા દરમિયાન ભીષણ લડાઈ થઈ અને બાદમાં બંનેની સમંતિથી જ યુદ્ધ વિરામ પણ થયું. અમરુલ્લાહ સાલેહે લખ્યું કે ભારતે સ્પષ્ટ અને સટીક જવાબ આપ્યો છે કે તેઓ કોઈ દેશ નહીં પરંતુ આતંકવાદ અને તેને સમર્થન આપનાર દેશ સાથે લડી રહ્યા છે. ભારતે આતંકવાદીઓ અને તેમના આકા અને તેમના જન્મદાતાને એક સાથે નિશાન બનાવ્યા. આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કંગાળ છે અને યુદ્ધ લડવા માટે પૈસા નથી છતાં આતંકવાદીઓના દમ પર ઉછળકૂદ કરી રહ્યું છે. પાકિસ્તાને હાલમાં જ IMF પાસેથી 2.4 અબજ ડોલરની સહાય મેળવી છે.
ભારતની લશ્કરી તાકાતનો પરિચય થયો
આ ઉપરાંત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાલેહે ભારતના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. આ આતંકીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંગઠિત હોવાનું પણ તેમણે કહ્યું. અપમાનિત કરવાનો આતંકવાદીઓના પ્રયાસને ભારતે સણસણતો જવાબ આપ્યો ઓપરેશન સિંદૂર.ભારતે રાવલપિંડી અને નૂર ખાન એરબેઝ જેવા મહત્વપૂર્ણ પાકિસ્તાની ઠેકાણાઓ પર હુમલો કર્યો. આનાથી ભારતની લશ્કરી તાકાતનો પરિચય થયો. સાલેહે કહ્યું કે ઇસ્લામિક ફતવા પર પાકિસ્તાનનો એકાધિકાર સમાપ્ત થઈ ગયો છે. ભારતના ઉલેમાઓએ પોતાના ફતવા આપ્યા. આ કારણે પાકિસ્તાનને મુસ્લિમ દેશોનો ટેકો મળ્યો નહીં. આતંકવાદીઓએ હજુ પણ 2008 સદીમાં અટવાયેલા છે.
ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું
ભારતે ઓપરેશન સિંદૂર ગુપ્ત રાખ્યું હતું. સાલેહે કહ્યું કે લોકશાહીમાં આવી ગુપ્તતા રાખવી મુશ્કેલ છે. પરંતુ ભારતે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. આનાથી ભારતની વ્યૂહાત્મક પરિપક્વતા દેખાઈ. પાકિસ્તાનના ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસ અંગે સાલેહે કહ્યું કે તેના કોઈ પુરાવા જોવા મળ્યા નથી. પાકિસ્તાને દાવા કર્યા, પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્ર ખુલ્લું રહ્યું. દિલ્હી કે અમૃતસરમાં મિસાઇલો પડી હોવાના કોઈ ફોટા નહોતા. યુદ્ધવિરામથી પાકિસ્તાનનું અસ્ત્તિત્વ બચી ગયું.


