ભારત અને પાકિસ્તાન વચ્ચે “યુદ્ધવિરામ” કરાવવાનો વારંવાર દાવો કરનારા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેને “મોટી સફળતા” ગણાવી અને કહ્યું કે બંને પડોશીઓ વચ્ચે ગુસ્સાનું સ્તર “સારી બાબત નથી”. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ અને યુદ્ધ વિરામ પર નિવેદનો આપી રહ્યા છે.
16 મેના રોજ પોતાના ગલ્ફ પ્રવાસથી પરત ફરતી વખતે એરફોર્સ વન પર પ્રેસ સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “જે બન્યું છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ, મને આશા છે કે તે ચાલુ રહેશે, અને મને લાગે છે કે તે ચાલુ રહેશે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધવિરામ ખૂબ જ સફળ રહ્યો છે. જો હવે તમારા બંને વચ્ચે મતભેદ હશે તો તે તમારા માટે સારુ નથી.
10 મે પછી આ સાતમી વખત છે જ્યારે ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે “યુદ્ધવિરામ” કરાવ્યો હતો. સાઉદી અરેબિયા, કતાર અને સંયુક્ત આરબ અમીરાતની ચાર દિવસની મુલાકાત દરમિયાન ટ્રમ્પે ગુરુવારે કતારના દોહામાં અલ ઉદેદ એર બેઝ પર અમેરિકન સૈનિકોને સંબોધન કરતી વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઉકેલવામાં મદદ કરવાનો દાવો કર્યો હતો.


