વિરાટ કોહલીએ IPL 2025 દરમિયાન જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે તે ભારત માટે લાલ બોલથી રમી શકશે નહીં. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટનો આ નિર્ણય ચોંકાવનારો હતો.
વિરાટ કોહલી હવે ફક્ત ODI ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી કિંગ કોહલીને એક મોટી ઓફર મળી છે. તેને ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઓફર કરી છે.
વિરાટ કોહલીને મળી ઓફર
વિરાટ કોહલીને કાઉન્ટી ટીમ મિડલસેક્સ તરફથી ટેસ્ટ ક્રિકેટ રમવાની ઓફર મળી છે. મિડલસેક્સના ક્રિકેટ ડિરેક્ટર એલન કોલમેને કહ્યું કે “વિરાટ કોહલી તેની પેઢીનો સૌથી પ્રતિષ્ઠિત ખેલાડી છે, તેથી અલબત્ત અમને આ વાતચીતમાં રસ છે.” એલન કોલમેન ઈચ્છે છે કે વિરાટ કોહલી કાઉન્ટી સિવાય મિડલસેક્સ માટે વન ડે કપમાં ભાગ લે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટે એક મોટો નિર્ણય લીધો છે. પરંતુ વિરાટ કાઉન્ટી ક્રિકેટ રમવા માટે ઈંગ્લેન્ડ જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
વિરાટ કોહલીએ 2018માં કાઉન્ટી ક્રિકેટ રમવામાં રસ દાખવ્યો હતો. તેને 2018માં ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા કાઉન્ટી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું હતું. તેને સરે ટીમ માટે રમવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગરદનની ઈજાને કારણે વિરાટ કોહલીનો આ કરાર રદ્દ કરવામાં આવ્યો.
અનુભવી ખેલાડીઓએ પણ લીધો છે ભાગ
તમને જણાવી દઈએ કે ઘણા ભારતીય ક્રિકેટ ખેલાડીઓ ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં રમી ચૂક્યા છે. સચિન તેંડુલકર પોતાના સમયમાં યોર્કશાયર ટીમ તરફથી રમ્યા હતા. આજકાલ ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને કરુણ નાયર જેવા ખેલાડીઓ પણ ત્યાં રમે છે. કાઉન્ટી ક્રિકેટ ખેલાડીઓને અંગ્રેજી પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ આપે છે. અત્યાર સુધી વિરાટ કોહલીએ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લીધો નથી. તેમના નામની ચર્ચા ઘણી વખત થઈ હતી, પરંતુ તેને ક્યારેય તેમાં ભાગ લીધો ન હતો. કાઉન્ટી ક્રિકેટ વિદેશી ખેલાડીઓને સારો અનુભવ અને ફોર્મમાં પાછા ફરવાની તક આપે છે.
શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી
વિરાટ કોહલી હાલમાં IPL 2025માં શાનદાર ફોર્મમાં છે. તેને અત્યાર સુધી શાનદાર બેટિંગ દર્શાવી છે. તેને અત્યાર સુધી રમાયેલી 11 ટેસ્ટ મેચમાં 63.13ની એવરેજથી 505 રન બનાવ્યા છે. આ સિઝનમાં બેંગ્લુરુ માટે વિરાટે સૌથી વધુ રન બનાવ્યા છે.


