લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઈટન્સને 33 રને હરાવ્યું છે. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરીને 235 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ગુજરાત છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં ફક્ત 202 રન જ બનાવી શક્યું હતું.
ગુજરાત ટાઈટન્સ તે કારણે 33 રનથી હારી ગયું હતું. મિચેલ માર્શની સદી LSG માટે ઉપયોગી સાબિત થઈ, જ્યારે GTના 6માંથી ચાર બેટ્સમેનોએ 30 થી વધુ રન બનાવ્યા.
ગુજરાત ટાઈટન્સની સારી શરુઆત
ગુજરાત ટાઈટન્સને 236 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેના જવાબમાં તેમને ખૂબ જ સારી શરૂઆત મળી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે 46 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ સાઈ સુદર્શન 21 રન બનાવ્યા બાદ પાંચમી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
શુભમન ગિલ પણ સારા ફોર્મમાં છે, જેને જોસ બટલર સાથે 39 રન ઉમેર્યા હતા. બટલર 33 રન બનાવીને આઉટ થયો હતો અને તેના પછી માત્ર 11 રન બનાવીને શુભમન ગિલ પણ 20 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતે 96 રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી.
શેરફન રધરફર્ડ અને શાહરૂખ ખાન ધમાકેદાર પાર્ટનરશિપ
શેરફન રધરફર્ડ અને શાહરૂખ ખાન વચ્ચે 86 રનની પાર્ટનરશિપ થઈ, જેના કારણે ગુજરાત મેચમાં જીત તરફ આગળ વધવા લાગ્યું. જ્યારે રધરફર્ડ 38 રન બનાવીને આઉટ થયો ત્યારે ગુજરાત માટે વિજય આસાન દેખાઈ રહ્યો હતો. આ સમય સુધીમાં ગુજરાતને 23 બોલમાં 54 રનની જરૂર હતી. એક સમયે ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા, પરંતુ વિકેટોનું પતન એવી રીતે શરૂ થયું કે જીટીની આગામી 6 વિકેટ 20 રનની અંદર પડી ગઈ.
LSG દ્વારા મજબૂત બોલિંગ
લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોએ મિચેલ માર્શની સદી અને નિકોલસ પૂરનની 56 રનની તોફાની ઈનિંગ્સને વ્યર્થ જવા દીધી નહીં. વિલિયમ ઓ’રોર્કે સૌથી વધુ 3 વિકેટ અને આવેશ ખાને 2 વિકેટ લીધી. આયુષ બદોનીએ 2 વિકેટ લીધી જ્યારે આકાશ સિંહ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી. ખાસ કરીને ડેથ ઓવરોમાં, લખનૌના બોલરોએ ધૂમ મચાવી.


