ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે 18 ખેલાડીઓની પસંદગી કરી છે. રોહિત શર્માએ ટેસ્ટને અલવિદા કહ્યા બાદ, ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે જ્યારે રિષભ પંતને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જાણો ઈન્ડિયન ટેસ્ટ ટીમના કેપ્ટનના પરિવાર વિશે.
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બન્યો શુભમન ગિલ
શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. શુભમન ગિલ જે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં તેને રોહિત શર્માના સ્થાને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે અને ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં પંજાબ માટે રમે છે. ગિલ 2018ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન રહી ચૂક્યો છે અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.
શુભમન લ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર અને ભારતીય ટીમ માટે વ્યક્તિગત દ્વારા સૌથી વધુ T20I સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. તેને 017માં વિદર્ભ સામે લિસ્ટ-એમાં ડેબ્યુ કર્યું હતું અને 2017-18 રણજી ટ્રોફીમાં બંગાળ સામે પંજાબ તરફથી ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું, જાન્યુઆરી 2019માં ભારતીય ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં તે IPLમાં ગુજરાત ટાઈટન્સનો કપ્તાન પણ છે.
શુભમન ગિલના માતા-પિતા
શુભમન ગિલના પિતાનું નામ લખવિંદર સિંહ છે, જેઓ ખેડૂત તરીકે કામ કરતા હતા. લખવિન્દર સિંઘ ક્રિકેટર બનવાની ઈચ્છા રાખતા હતા પરંતુ તે ક્રિકેટર બની શક્યા ન હતા. પરંતુ તેને નાની ઉંમરમાં જ શુભમનની ક્ષમતા ઓળખી લીધી હતી. શુભમનની ક્રિકેટ કારકિર્દી માટે તે તેમના પિતા પરિવાર સાથે પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ નજીક મોહાલી ખાતે શિફટ થયા હતા, જેથી શુભમન ગિલ સારી તાલીમ મેળવી શકે. શુભમન ગિલની માતાનું નામ કરીત ગિલ છે. તે એક ગૃહિણી છે જેણે હંમેશા તેના પુત્રને પ્રોફેશનલ ક્રિકેટર બનવાની સફરમાં સાથ આપ્યો.
કોણ છે શુભમન ગિલની બહેન?
શાહનીલ ગિલ શુભમન ગિલની મોટી બહેન છે. તે 325k ફોલોઅર્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર અત્યંત લોકપ્રિય છે. તેની પોપ્યુલારિટીનું કારણ તેની ફેશન સેન્સ છે, અને તે હંમેશા તેના અદભૂત આઉટફિટથી ફેન્સનું ધ્યાન ખેંચે છે. તે શુભમન ખાસ બોન્ડ શેર કરે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
શુભમન ગિલ વિશે અજાણી વાતો
સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ તેના રોલ મોડલ છે જેમણે તેમને પ્રોફેશનલ ક્રિકેટર બનવાની પ્રેરણા આપી હતી. તે 11 વર્ષની ઉંમરે પંજાબની અંડર-16 ટીમમાં સિલેક્ટ થયો હતો જ્યાં તેને માત્ર પાંચ મેચમાં રેકોર્ડ-બ્રેક 330 રન બનાવ્યા હતા. 2014 માં, તેને વિજય મર્ચન્ટ ટ્રોફીમાં પંજાબ માટે તેની પ્રથમ U-16 રાજ્ય સ્તરની મેચમાં બેવડી સદી ફટકારી હતી. BCCIએ તેમને 2013-14 સત્રમાં શ્રેષ્ઠ U-16 ક્રિકેટર તરીકેના અદ્ભુત પ્રદર્શન માટે એમએ ચિદમ્બરમ ટ્રોફીથી સન્માનિત કર્યો હતો. શુભમન ગિલ બેટિંગ કરતી વખતે હંમેશા લાલ રૂમાલ સાથે રાખે છે. માન્યતા અનુસાર ક્રિકેટર લકી ચાર્મ માટે કંઈકને કઈક વસ્તુ સાથે રાખતા હોય છે.


