IPLના ઇતિહાસની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ પહેલી સીઝનથી ટ્રોફી માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. આ વખતે કોહલીના ચાહકોમાં 18મી સીઝનમાં જીત મેળશે તેવી આશા જાગી છે.
બેંગલુરુની પહેલી IPL ટ્રોફીની રાહ
પહેલી સીઝનથી જ પોતાની પહેલી IPL ટ્રોફીની રાહ જોઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 18મી સીઝનમાં જીત મેળવશે તેવી અપેક્ષા બધા ચાહકોને છે. આનું સૌથી મોટું કારણ આ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમનું મેદાન પર ખુબજ શાનદાર પ્રદર્શન રહ્યું છે. આ વખતે બેટ્સમેન અને બોલરો બનેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા RCB ટીમને લીગ સ્ટેજ દરમિયાન ફાઇનલ ના રસ્તા સુધી પહોંચવામાં ખૂબ મદદ કરી.
સંયોગ RCB નો સાથ આપશે?
IPLના ઇતિહાસમાં પ્લેઓફ શરૂ થયા પછી, પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહેનારી ટીમ ફાઇનલમાં સુધી પહોંચી છે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમોને ફાઇનલમાં પહોંચવાની વધારાની તક પણ મળવા લાગી. જેમાં ક્વોલિફાયર-1, એલિમિનેટર મેચ અને ક્વોલિફાયર-2 મેચ રમાય છે. 2011 થી 2024 સુધી અત્યાર સુધી રમાયેલી IPL સીઝનમાં, લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર રહેનારી ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
2016 માં RCB ફાઇનલમાં આવી હતી
આવી સ્થિતિમાં, જો આ વખતે પણ આ સંયોગ સાચો સાબિત થાય છે, તો એ નિશ્ચિત ગણી શકાય કે RCB ફાઇનલ રમશે. 2016 માં રમાયેલી સીઝનમાં, જ્યારે RCB ટીમ છેલ્લી વખત ફાઇનલમાં પહોંચી હતી, તે સીઝનમાં પણ તેઓ લીગ સ્ટેજ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહીને સમાપ્ત થયા હતા.ક્વોલિફાયર-1 માં, RCB પંજાબ કિંગ્સ ટીમ સાથે ટકરાશે, RCB માટે હાલ એવા સંયોગ બની રહ્યા છે જે ટીમ માટે ફાઇનલમાં પહોંચવાના દરવાજા ખોલી શકે છે.


