IPL 2025ની એલિમિનેટર મેચ 29 મે ના રોજ મુલ્લાનપુર, ચંદીગઢ ખાતે રમાશે. આ રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. આ કરો યા મરો મેચ હશે કારણ કે વિજેતા ટીમ ક્વોલિફાયર 2 માટે ક્વોલિફાય થશે જ્યારે હારનારી ટીમની સફર આ સિઝનમાં અહીં જ સમાપ્ત થશે.
આ મહત્વપૂર્ણ મેચ પહેલા ગુજરાત ટાઈટન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના બે મહત્વપૂર્ણ વિદેશી ખેલાડીઓ – જોસ બટલર અને શેરફેન રધરફોર્ડ – સીઝનની મધ્યમાં ટીમ છોડી ગયા છે. આ બંને ખેલાડીઓ પોતપોતાની રાષ્ટ્રીય ટીમમાં જોડાવા માટે પાછા ફર્યા છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો ODI અને T-20 સિરીઝ રમવા જઈ રહી છે, જેમાં આ બંને ખેલાડીઓનો સમાવેશ થશે. આ ગુજરાત ટીમ માટે મોટો ઝટકો છે.
2 ખેલાડીઓ થશે બહાર
જોસ બટલર આ સિઝનમાં શાનદાર ફોર્મમાં હતો અને તેને એકલા હાથે ઘણી મેચોમાં ટીમને વિજય અપાવ્યો. શેરફેન રધરફર્ડમાં નીચલા ક્રમમાં આવીને ઝડપથી રન બનાવવાની ક્ષમતા પણ છે. આ બે ખેલાડીઓની ગેરહાજરીએ કેપ્ટન શુભમન ગિલનું ટેન્શન વધારી દીધું છે, કારણ કે પ્લેઓફ જેવી મોટી મેચમાં અનુભવ અને ફોર્મ બંને હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન શુભમન ગિલ જોસ બટલરની જગ્યાએ શ્રીલંકાના અનુભવી બેટ્સમેન કુસલ મેન્ડિસને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. દાસુન શનાકાને રધરફર્ડની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારી શકાય છે. કુસલ મેન્ડિસ પાસે સારો અનુભવ છે અને તે ઝડપી શરૂઆત આપવામાં માહિર છે. શનાકા એક ઉપયોગી ઓલરાઉન્ડર પણ છે અને દબાણમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.
ગુજરાત ટાઈટન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, સાઈ કિશોર, અરશદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.


