કોલંબિયાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબેએને ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી લાગી છે. ઘટના બાદ તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. , જ્યાં હાલ તેમની હાલત ગંભીર છે. ઉરીબે પર આ હુમલો ત્યારે થયો જ્યારે બોગોટામાં એક રેલીને તેઓ સંબોધી રહ્યા હતા. કોલંબિયામાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે, ઉરીબેને મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. તેમની જીત લગભગ નક્કી માનવામાં આવે છે.
ઉરીબે કોલંબિયાના ખુબજ લોકપ્રિય નેતા છે
ઉરીબે પર જ્યારે આ હુમલો થયો ત્યારે બોગોટામાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિપક્ષી દળે સેન્ટ્રો ડેમોક્રેટિકો કંજરવેટિવ પાર્ટીના સભ્ય છે. મામલાને ગંભીરતાથી લઇને પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી છે.
અમેરિકાએ હુમલાને વખોડી કાઢ્યો
સમગ્ર મામલે બોગાટાના મેયરે જાણકારી આપતા કહ્યુ હતુ કે હુમલો શહેરના ફોંતિબોન ક્ષેત્રમાં થયો હતો. હુમલાને જોતા સમગ્ર શહેર અને હોસ્પિટલમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ટ્ર્મપ્ સરકારના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યુ છે કે અમે હત્યાના પ્રયાસોની નિંદા કરીએ છીએ. આ હુમલો લોકતંત્ર માટે ખતરા સમાન છે.
ઉરીબે કોલંબિયાના ખુબજ લોકપ્રિય નેતા છે. તેઓ કોલંબિયાના એક પ્રમુખ રાજનીતિક પરિવારથી આવે છે. તેમાન પિતા ઉરીબે મોટા બિઝનેસમેન હતા જ્યારે માતા પ્રખ્યાત પત્રકાર હતા જે રેશ્ક્યુ ઓપરેશન દરમિયાન મોતને ભેટી હતી.
પાર્ટીએ નિવેદન જાહેર કરીને જણાવ્યુ છે કે ઉરીબેના સંબોધન દરમિયાન હુમલાખોરે તેમને પીઠ પર ગોળી મારી દીધી હતી. પોલીસે આરોપીને સ્થળ પર ઝડપી લીધો હતો અને તેની ધરપકડ કરી દેવામાં આવી છે.
34 વર્ષ પહેલા આ જ શહેરમાં તેમની પત્રકાર માતાને મારી દેવામાં આવી હતી
ઉરીબે કોલંબિયાના પ્રખ્યાત પત્રકાર ડાયના ટર્બેના પુત્ર છે. ડાયનાને 1991માં ડ્રગના માફિયા પાબ્લો એસ્કોબારની મેડિકલ કાર્ટેલે બોગોટામાં અપહરણ કરી લીધુ હતુ. ડાયના એ દરમિયાન એક મોટી પત્રકાર હતી જે ડ્રગ અને તસ્કરીના સંગઠનો વિરૂદ્ધ સતત લખી રહી હતી. જવાબમાં તેમને મોતની સજા મળી. બચાવ અભિયાન દરમિયાન ડાયનાનુ મોત થયુ હતુ.