અમેરિકાનું નામ સાંભળીને તરત મનમાં મોટી મોટી બિલ્ડિંગ, સાફ રસ્તાઓ, લક્ઝરી લાઈફની તસવીરો દેખાવા લાગે છે. પરંતુ બધું જ આવું હોવું સાચું નથી. અમેરિકા વિકસિત દેશ છે પરંતુ તે દેશ દુનિયાનો સૌથી મોંઘો દેશ પણ છે.
ખાવા પીવાથી લઈને ઘર માટે પણ મોટી રકમ આપવી પડે છે. એટલું જ તમે ભારતમાં આપો તો તમે ભારતમાં એક શાનદાર લાઈફ જીવી શકો છો. આજે તમને જણાવીશું કે ભારત અને અમેરિકામાં સમોસાનો શું ભાવ છે તેનાથી તમને ખબર પડશે કે અમેરિકા દેશ કેટલો મોંઘો દેશ છે.
અમેરિકામાં સમોસાની કિંમત
Taste of India Brookfield જે અમેરિકામાં સમોસા અને બીજી બધી ભારતીય ફુડસ વેચે છે ત્યાં 2 સમોસાની કિંમત 5.95 ડોલર છે એને તમે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો તે 509.10 રૂપિયા થાય છે. એટલે કે 500 રૂપિયાના 2 સમોસા મળે છે. તેમજ masala bites Indian restaurantમાં એક સમોસાની કિંમત 6.99 ડોલર છે જે ભારતીય રૂપિયામાં 598 રૂપિયા થાય છે તેમજ બે સમોસા ખાવા હોય તો તમારે 13.98 ડોલર એટલે કે 1,196 રૂપિયા આપવા પડશે. અમેરિકામાં બે સમોસા ખાવા માટે 500 થી 1000 રૂપિયા આપવા પડે છે અને ભારતમાં તે જ સમોસા 20 રૂપિયામાં મળે છે એટલે તમે તેના પરથી અંદાજો લગાવી શકો છો કે અમેરિકા કેટલું મોંઘું છે.
ભારતમાં આટલા રૂપિયામાં કરી શકો છો પાર્ટી
ભારતમાં મોંઘામાં મોંઘા હોટેલમાં સમોસા તમને છેલ્લે 50 રૂપિયામાં મળી જશે. તેમજ તમને સામાન્ય રીતે એક સમોસું 20 રૂપિયામાં મળી જશે. અમુક દુકાનોમાં તો સમાસો 10 રૂપિયે પણ મળે છે એટલે હવે તમે વિચારી શકો છો કે ક્યાં 20 રૂપિયા અને ક્યાં 1000 રૂપિયા. આટલા રૂપિયામાં ભારતમાં સમોસાની પાર્ટી થઈ શકે છે. અમેરિકામાં ફક્ત સમોસા જ મોંઘા નથી ત્યાં અડધી-અડધ ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી છે.