સ્વસ્થ આહાર છતા ત્વચા કાળી પડી ગઈ અને વારંવાર ખંજવાળ આવે છે. સપ્તાહમાં વાળમાં તેલની નિયમિત માલિશ અને સારી કંપનીના શેમ્પુનો ઉપયોગ કર્યા બાદ પણ વાળ ખરવા લાગે છે. આવું કેમ થાય છે તેને લઈને મહિલાઓ પરેશાન રહે છે. ત્વચામાં ચમક લાવવા અને વાળ ખરતા રોકોવા મહિલાઓ દવા અને સપ્લિમેન્ટનો સહારો લે છે. અને કેટલાક સંજોગોમાં મોંઘી બ્યુટી ટ્રિટમેન્ટ અને હેર ટ્રીટમેન્ટ પણ કરાવે છે છતાં પણ કોઈ અસરકારક પરિણામ જોવા મળતું નથી.
હેલ્થ એક્સપર્ટનું સૂચન
હેલ્થ એક્સપર્ટ કહે છે કે શરીરમાં વારંવાર જોવા મળતા આ લક્ષણો આ કોઈ સામાન્ય સમસ્યા નથી. ત્વચાની કાળાશ અને વાળ ખરવાની સમસ્યા શરીરમાં વિટામિનની ઉણપનો સંકેત આપે છે. કયારેક સ્વસ્થ આહાર છતાં શરીમાં આ લક્ષણો શરીરમાં વિટામિન-ઇની ઉણપ હોવાનો સંકેત છે. વિટામિન-ઇ શરીર માટે આવશ્યક પોષક તત્વો છે. શરીરને સ્વસ્થ રાખવામાં વિટામિન-ઇ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન E
વિટામિન E શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. આ વિટામિનની ઉણપથી ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાય છે. તેમજ કયારેક ખંજવાળની સમસ્યા પણ ઉદભવે છે. કેટલાક કિસ્સાઓમાં, ત્વચા પર ફોલ્લીઓ અથવા કરચલીઓ પણ દેખાઈ શકે છે. વાળના વિકાસ અને સ્વાસ્થ્ય માટે વિટામિન E જરૂરી છે. તેની ઉણપ વાળને શુષ્ક, અને નબળા બનાવે છે. સારી પ્રોડકટના ઉપયોગ બાદ પણ વાળ તૂટે છે અને વધુ ખરવા લાગે છે. આ ઉપરાંત આ વિટામિનની ઉણપથી ચેપ અને રોગોનું જોખમ વધે છે. વ્યક્તિ વારંવાર બીમાર પડી શકે છે અને સ્વસ્થ થવામાં વધુ સમય લાગી શકે છે.
વિટામિન E ની ઉણપ દૂર કરો
શરીરમાં વિટામિન E ની ઉણપ દૂર કરવા મોંઘી દવાઓ લેવાને બદલે આહારમાં કેટલાક ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. બદામ, મગફળી, અખરોટ, પપૈયું, તલ, પાલક, બ્રોકોલી અને લીલા પાંદડાવાળા શાકભાજી, એવોકાડો અને કિવી આ ઉપરાંત સોયાબીન તેલ અને ઓલિવ તેલ. આ તમામ આહાર વિટામિન Eના સારા સ્ત્રોત છે. આ ફળ અને શાકભાજીમાં વિટામિન E ઉપરાંત અન્ય પોષક તત્વો પણ સારી માત્રામાં હોવાથી દરરોજ તેનું સેવન શરીર માટે ફાયદાકારક છે. તેના સેવનથી ત્વચા અને વાળને જરૂરી પોષણ મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


