નવરાત્રિના તહેવારમાં ગરબા અને રાસની રમઝટનો યુવાનો આનંદ લઈ રહ્યા છે. નવ દિવસ ચાલતા આ તહેવારમાં માતાજીની આરાધના અને ભક્તિનું અનેરું મહત્વ છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. ઉપવાસમાં ફળાહાર અને ફરાળી ભોજન કરવામાં આવે છે. ફરાળી વાનગીમાં આજે આપણને ઘણી બધી વિવિધતા મળે છે. ફરાળમાં ચોક્કસ પ્રકારના લોટ અને અનાજનો ઉપયોગ થાય છે. ત્યારે ઉપવાસમાં શરીર પણ સ્વસ્થ રહે માટે એવી કઈ વસ્તુ ખાવી તેને લઈને લોકોમાં મૂંઝવણ છે.
ઉપવાસમાં ફરાળી ભોજન
ઉપવાસમાં કરાતા ફરાળમાં સિંગાડો, રાજગરો, મોરૈયો, સાબુદાણાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોટમાંથી પૂરી, ભાખરીથી લઈને સ્વાદિષ્ઠ ટીક્કી જેવી વાનગીઓ બનાવી શકાય છે. ઉપવાસના દિવસોમાં ચોક્કસ પ્રકારનો ખોરાક અને ફળ લેવાના કારણે શરીરમાં નબળાઈ આવે છે. આવી સ્થિતિમાં શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વોની જરૂર હોય છે. કયા ખારોકમાંથી પોષકતત્વો મળશે તે જાણવું જરૂરી છે.
સિંગોડા અને સાબુદાણાના ફાયદા
સિંગાડાનો લોટ ગ્લુટેન-મુક્ત પણ છે અને તેમાં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો છે. આમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો સારી માત્રામાં હોય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરને ઉર્જા પૂરી પાડે છે. આ લોટમાંથી પુરી અને ટેસ્ટી પકોડા બને છે. જયારે સાબુદાણા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે અને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે. સાબુદાણામાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. તે વજન વધારવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. ઉપવાસ દરમિયાન સાબુદાણાની ખીચડી, વડા અથવા ખીર ખૂબ જ લોકપ્રિય વાનગીઓ છે.
ઉપવાસમાં આ આહાર શ્રેષ્ઠ
ઉપવાસ દરમિયાન ખાવા માટે સિંગાડા અને સાબુદાણાનું સેવન શરીર માટે આરોગ્યપ્રદ છે. આ બંનેમાંથી સ્વાસ્થ્ય માટે કયું વધું સારું તે મહત્વનું છે. સિંગોડા કે સાબુદાણા બંનેમાંથી કયો આહાર શ્રેષ્ઠ છે તે ખરેખર વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ અને જરૂરિયાતો પર આધાર રાખે છે. વજન ઘટાડવા માટે સિંગાડોના લોટ વધુ અસરકારક છે. જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સાબુદાણા વધુ ગુણકારી છે.એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોવાથી ઉપવાસના દિવસોમાં તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


