શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના દિવસોમાં શરીરને તાજગી અને સ્ફૂર્તિમાં રાખવા હોટ ડ્રિંકસ લોકો પીવે છે. મોટાભાગના લોકો ઠંડીના દિવસોમાં સવારની શરૂઆત Teaથી કરતા હોય છે. દૂધ અને ખાંડવાળી ચા ભારતના લોકોની પહેલી પસંદ છે. પરંતુ અત્યારે દિવાળી તહેવારમાં ભરપૂર મીઠાઈ ખાધા બાદ ખાંડવાળી ચા એવોઇડ કરવી જોઈએ. કારણ કે શરીરમાં સુગર વધતા સ્વાસ્થય સમસ્યા થઈ શકે છે. તમે ખાંડ વગરની ચાના ફાયદા જાણશો તો આજથી જ Tea પીવાનું શરૂ કરી દેશો.
ખાંડ વગરની ચા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દુરસ્ત રહેવા તમામ પ્રકારના પોષકતત્વોની શરીરમાં હાજરી હોવી જરૂરી છે. શરીરમાં સુગર લેવલ જો વધી જાય તો સમસ્યા થઈ શકે છે. એટલે ખાસ કરીને દિવાળીના દિવસો બાદ દરરોજ પીવાતી ચામાં તમારે નિયંત્રણ કરવું જોઈએ. તમે દરરોજ દૂધ અને ખાંડવાળી ચા પીતા હો તો તે બંધ કરી દો. તેના સ્થાને તમે ખૂબ ઓછી ખાંડ વગર અને ઓછા દૂધવાળી ચા પી શકો છો. ખાંડ વગરની ચાના ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ છે. શરીરને ગંભીર રોગોથી દૂર રાખવા આ સામાન્ય બાબતને જરૂર રોજિંદી દીનચર્યામાં સામેલ કરવી જોઈએ.
ખાંડ વગરની ચા ના આટલા છે ફાયદા
દિવાળીના દિવસો બાદ ડાયાબિટીસનું જોખમ હોય તેવા લોકોએ બ્લડ સુગરના સ્તર ઝડપી ઘટાડો કરવા ખાંડ-મુક્ત ચા પીવી જોઈએ. સુગર વગરની Tea દરરોજ પીવાથી વજનમાં ફેરફાર થશે. વજન ઘટાડવા માટે મીઠા વગરની Tea ફાયદાકારક સાબિત થઈ શકે છે. મીઠા વગરની Teaમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે શરીરમાં ચરબીનો સંચય અટકાવે છે. વધુમાં, Teaમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ચયાપચયને વેગ આપે છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. અભ્યાસોમાં સામે આવ્યું છે કે વધુ પડતી ખાંડનું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે, જે હૃદય માટે ખૂબ જ ખતરનાક છે. ખાંડ વગરની Teaમાં ચામાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે અને સ્વસ્થ હૃદય જાળવી રાખે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


