આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા જે એક સમયે વૃદ્ધોમાં જોવા મળતી હતી તે આજકાલ યુવાનોમાં પણ જોવા મળે છે. યુવાનો ડાયાબિટીસ, કેન્સર અને બીપી સમસ્યાના શિકાર થઈ રહ્યા છે. લોકોમાં સ્વાસ્થય સમસ્યા વધવાનું કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતો છે. હાઈ કોલેસ્ટ્રોલ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવા જીવનશૈલી અને આહારમાં સામાન્ય ફેરફાર કરવાથી સકારાત્મક અસર જોવા મળશે. આરોગ્ય નિષ્ણાતના મતે આહારમાં આ સીડસને સમાવેશ કરશો તો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ મળશે.
આહારમાં સામેલ કરો આ 5 બીજ
દરરોજ તમે આ બીજમાંથી તમે કોઈપણ એક બીજનું નિયમિત સેવન કરી શકો છો. અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે શરીરમાં બળતરા ઘટાડવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ચિયા બીજ પોષક તત્વોથી ભરપૂર સ્ત્રોત છે, દ્રાવ્ય ફાઇબર અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળાના બીજ મેગ્નેશિયમ, એન્ટીઑકિસડન્ટ અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે જે હૃદય માટે સારા છે. તેમાં ફાયટોસ્ટેરોલ હોય છે, જે આંતરડામાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે. તલના બીજમાં લિગ્નાન્સ અને ફાયટોસ્ટેરોલ્સ જેવા વનસ્પતિ સંયોજનો હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે સ્વસ્થ ચરબી અને એન્ટીઑકિસડન્ટોનો સારો સ્ત્રોત છે. હેમ્પ સીડસ વનસ્પતિ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
સીડસનો આ રીતે કરો ઉપયોગ
સંશોધન દર્શાવે છે કે અળસીના બીજમાં રહેલા દ્રાવ્ય ફાઇબર અને લિગ્નાન્સ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ને શોષી લેતા અટકાવીને તેને ઘટાડવામાં મદદ કરે છે. જયારે ચિયા બીજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટતા લોહીમાં ચરબીનું સંતુલન સુધારવામાં મદદ મળે છે. કોળાના બીજમાં ફાયટોસ્ટેરોલ હોય છે, જે આંતરડામાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે. તેને દરરોજ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થતા લોહીમાં ચરબીનું સંતુલન સુધરે છે. તમે આ બીજને શેકેલા, સૂપ અથવા સલાડ તરીકે ખાઈ શકો છો. તલ ખાવાથી LDL ઓછું થઈ શકે છે અને ધમનીઓનું સ્વાસ્થ્ય સુધરે છે. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો. હેમ્પ સીડસ હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, બળતરા ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (HDL) ને વધારવામાં મદદ કરે છે. તમે તેને સ્મૂધીમાં ઉમેરીને અથવા સલાડમાં ઉમેરીને ખાઈ શકો છો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


