આજના સમસ્યામાં સ્થૂળતાની સમસ્યા વધી છે. ખાસ કરીને મહિલાઓ પોતાની ફિટનેસને લઈને બેદરકારી રાખે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ મહિલા ક્રિકેટ ટીમ સાથેની મુલાકાતમાં ફિટનેસ મામલે લોકોને વધુ જાગૃત કરવાની અપીલ કરી હતી. વજન ઘટાડવું આજે એક મોટો પડકાર બન્યો છે. તમે પોતાની દિનચર્યા અને ખોરાકમાં સામાન્ય બદલાવ કરી વધતા વજન પર નિયંત્રણ રાખી શકો છો. વજન ઉતારવાના તમારા સંઘર્ષમાં મલ્ટીગ્રેન રોટલી જરૂરથી મદદ કરી શકે છે.
મલ્ટીગ્રેઈન રોટલીમાં આ અનાજનો ઉપયોગ
નિષ્ણાતોના મતે આ લોટમાંથી બનેલી પચવામાં હળવી હોય છે. આ રોટલીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મલ્ટીગ્રેન લોટમાંથી બને છે આ રોટલી. મલ્ટીગ્રેઈન એટલે જેમાં વિવિધ પ્રકારના અનાજનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી બનતી રોટલી પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આ મલ્ટીગ્રેન લોટમાં સામાન્ય રીતે જુવાર, રાગી, બાજરી અને ઘંઉના લોટનો ઉપયગો કરવામાં આવે છે. વિવિધ અનાજ સાથે મિક્સ કરીને તૈયાર કરેલા લોટની રોટલી મલ્ટીગ્રેઈન કહેવાય છે. જયારે આમાં ડાયાબિટીસના દર્દીઓ ઘંઉનો ઉપયોગ નથી કરતા.
ભોજનમાં કરો સામેલ મલ્ટીગ્રેઈન રોટલી
મહિલાઓમાં 40ની ઉંમર બાદ સ્થૂળતાનું પ્રમાણ વધે છે. ખાસ કરીને, કમર અને થાપાના ભાગ પર ફેટ જમા થવા લાગે છે. જો તેઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપે તો સાંધાના દુખાવા, પગની એડીમાં દુખાવા જેવી સમસ્યાથી બચી શકે છે. દરેકે પોતાની ફિટનેસને લઈને સર્તક રહેવું જોઈએ. મલ્ટીગ્રેઈન અનાજની રોટલી ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોય છે. વિવિધ અનાજના મિશ્રણ વાળી આ મલ્ટીગ્રેઈન રોટલીમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટો સહિત પોષક તત્વો સારી માત્રામાં રહેલા છે. તમે વજન ઉતારવા માટે મલ્ટીગ્રેઈન લોટની રોટલી બપોરના અને રાત્રિનો ભોજનમાં સામેલ કરી શકો છો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી. )


