ડાયાબિટીસ એ દુર્લભ બીમારી છે. આ બીમારીનો ઉપચાર બાદ પણ તે સંપૂર્ણપણે મટતી નથી. આ દુલર્ભ બીમારીનું નિદાન થયા બાદ સુગર નિયંત્રણ જ તેની મુખ્ય સારવાર છે. ડાયાબિટીસની બીમારીની સારવારમાં સૌથી પહેલાં ખોરાકની પરેજી અને ત્યારપછી કસરત આવે છે. વધુ વજન ધરાવતા માટે ડાયાબિટીસની બીમારી નુકસાનકારક બને છે. આજકાલ કોઈપણ ઉંમરમાં લોકો ડાયાબિટીસની બીમારીના શિકાર થાય છે. શિયાળામાં જયારે વધુ ભૂખ લાગતી હોય ત્યારે તમે આ ખોરાક ખાઈને સુગર લેવલ નિયંત્રણમાં રાખી શકો છો.
સુગર નિયંત્રણમાં રાખવા શિયાળામાં આ ફૂડનો કરો સેવન
આરોગ્ય નિષ્ણાતના મતે તમે શિયાળામાં ફૂડનું સેવન કરશો તો શરીરમાં સુગર લેવલ નિયંત્રણમાં રહેશે. જવમાં ગ્લાઈસેમિક ઈન્ડેસ્ક ઓછું હોવાથી ખાંડ છૂટી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે. તેનાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે. પાલક અને ગાજરમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તે લોહીમાં ખાંડનું લેવલ વધતાં અટકાવે છે. મેથીનું પાણી પણ ચમત્કારિક લાભ આપશે.મેથીનું પાણી પીવાથી ગ્લૂકોઝનું લેવલ ધીમું પડે છે અને સુગર લેવલ કાબુમાં રહે છે. શિયાળામાં ઉર્જાનો સ્ત્રોત છે બદામ. તે ફેટ કંટ્રોલ કરવા સાથે સુગર પણ નિયંત્રણમાં રાખે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ડોક્ટરનું સૂચન
ડાયાબિટીસમાં અનેક દર્દીઓ ઇન્સ્યુલિનના ઇન્જેકશન લેતા હોય છે. પરંતુ હાલમાં એક નવી તકનીક શોધાઈ. જેમાં ઇન્સ્યુલિન વગર ડાયાબિટીસની કાબૂમાં રાખવા ગોળીઓ દર્દીઓને આપવામાં આવે છે. છતાં પણ નિષ્ણાત કહે છે કે ડાયાબિટીસ બીમારીમાં સુગર કંટ્રોલ રાખવી જરૂરી છે. આ માટે દર્દીઓને દવા ઉપરાંત પરેજીનું નિયમિત પાલન, સ્વસ્થ આહાર અને કસરત જેવા વિકલ્પો અપનાવવાનું સૂચન કર્યું. ખાસ કરીને નિયમિત ચાલવાની કસરત અને રાત્રિની 8 કલાકની પૂરતી ઉંઘ લેવાની ડોક્ટર તમામ દર્દીને સલાહ આપે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો.)


