આજકાલ દરેક વ્યક્તિ જાણે ભાગતો હોય તેવું લાગે છે. ટેકનોલોજીના કારણ કામ સરળ થયા છે. છતાં લોકોની લાઈફસ્ટાઈલ વધુ વ્યસ્ત થઈ ગઈ છે. બાળકો હોય કે પછી વૃદ્ધ લોકો ઓફિસના કર્મચારીઓ હોય કે ગૃહિણીઓ દરેક સંર્ઘષ કરી રહ્યા છે. પહેલા જયાં ઉંમર થતા લોકોમાં સાંધાના દુખાવો અને કમરના દુખાવાની ફરિયાદ રહેતી હતી. ત્યાં આજે 40 વર્ષના લોકો પણ સાંધા અને કમરના દુખાવાની ફરિયાદ કરતા જોવા મળ્યા છે. આનું કારણ કેટલીક સામાન્ય આદતો હોવાનું આરોગ્ય નિષ્ણાતે જણાવ્યું. દૈનિક એવી આદતોના કારણે ધીમે ધીમે તમારા હાડકાંને નબળા પડવા લાગે છે અને સાંધાની સમસ્યા વકરે છે.
હાડકા નબળા થવાનું કારણ ખોટી આદત
આરોગ્ય નિષ્ણાત કહે છે કે વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો ઝડપી કામ પતાવવાની હોડમાં હોય છે. આપણે ઘણીવાર એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આપણને આ બાબતનો ખ્યાલ હોતો નથી. આ પ્રવૃતિઓની સામાન્ય માની તેને નજરઅંદાજ કરીએ છીએ. જો તેના પર પહેલેથી જ ધ્યાન રાખવામાં આવે તો ભવિષ્યમાં થનાર સાંધાના દુખાવા જેવી સમસ્યાથી બચી શકીએ છીએ. હાડકા નબળા થવાનું કારણ ખોટી ખરાબ આદત, ખોટી કસરત કરવાની રીત તેમજ શરીરને આરામ ના આપવો અને સૂર્યપ્રકાશથી સતત દૂર રહેવું છે.
ખરાબ આદતોના કારણે હાડકાના સ્વાસ્થ્ય પર અસર
આજે તમને હાડકા નબળા પાડતી તમારી સામાન્ય પ્રવૃતિઓ વિશે જણાવીશું. આ લેખ વાંચ્યા બાદ તમે તેના પર કાર્ય કરતા પોતાની હેલ્થ અને હાડકાંને વધુ મજબૂત કરી શકો છો. લોકો રાત્રે કલાકો સુધી ટીવી શો, નાટકો અને તેમના મોબાઇલ ફોન પર સોશિયલ મીડિયામાં સમય પસાર કરે છે. મોડી રાત્રે સૂવાથી ઊંઘની ગુણવત્તા પર અસર થાય છે. લેટ નાઈટ ઊંઘવાના કારણે શરીરને આરામ મળતો નથી અને હાડકાના કોષો નબળા પડે છે. તેથી, દરરોજ 78 કલાકની ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સૂર્યપ્રકાશનો અભાવ હાડકાંની નબળાઈનું કારણ
આપણા શરીરને હાડકાં મજબૂત કરવા માટે વિટામિન ડીની જરૂર હોય છે. આજકાલ, લોકો કલાકો સુધી કામમાં એટલા વ્યસ્ત રહેવા લાગ્યા છે કે તેઓ સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવી શકતા નથી. ટેકનોલોજીના કારણે લોકો સતત કોમ્પ્યુટર પર કામ કરે છે. સતત એક જ સ્થિતિમાં બેસવાથી રક્ત પરિભ્રમણ ઓછું થાય છે, જે હાડકાના કાર્યને અસર કરે છે.
હાડકાં મજબૂત બનાવવા કેલ્શિયમ અને પ્રોટીન જરૂરી
આપણા શરીરને હાડકાં મજબૂત બનાવવા માટે કેલ્શિયમ અને પ્રોટીનની જરૂર હોય છે. જોકે, આજકાલ લોકો પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ અને ચા અને કોફીનું વધુ સેવન કરી રહ્યા છે. જેના કારણે શરીરમાં પોષણની ઉણપ જોવા મળે છે. આ જ કારણ છે કે કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને કારણે હાડકાં નબળા પડી રહ્યા છે. પાણી ફક્ત હાઇડ્રેશન માટે જ નહીં પરંતુ આપણા અસ્થિ મજ્જા અને સાંધાઓની યોગ્ય કામગીરીને પણ અસર કરે છે. પૂરતું પાણી ન પીવાથી સાંધા શુષ્ક થઈ શકે છે, દુખાવો થઈ શકે છે અને કેલ્શિયમ શોષણમાં ખામી સર્જાય છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


